મોંઘવારી:પામોલીનના ડબ્બામાં 1 માસમાં રૂ.260નો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાદ્યતેલના ભાવમાં અવિરત તેજીનો જુવાળ
  • બ્રાન્ડેડ સિંગતેલના ડબ્બામાં રૂ.150 અને કપાસીયાના ડબ્બામાં રૂ.60નો વધારો

રશિયા- યુક્રેન યુધ્ધ બાદ ઊંચકાયેલા ખાદ્ય તેલના ભાવ ઓછા થવાનું નામ જ નથી લેતા. રોજેરોજ તેલમાં ભાવમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ એક મહિનાનું સરવૈયું કાઢીએ તો એક મહિનામાં ભાવનગરમાં ખાદ્યતેલમાંના ભાવોમાં 15 કિલોએ રૂ.150થી લઇને રૂ.260 વધ્યા છે. વેપારીઓના જણાવ્યાનુસાર પામતેલની આયાત ઘટી રહી છે. જેને કારણે ઘરઆંગણે મુખ્ય તેલના ભાવ ઊંચકાયા છે. ઇન્ડોનેશિયામાંથી પામોલીનની નિકાસ પર થોડી છૂટ આપી હોવા છતાં પામોલીન તેલના ભાવ છેલ્લાં એક માસમાં સૌથી વધુ વધ્યા છે. આમ, તેલના ભાવમાં તેજીના જુવાળથી મધ્યમ વર્ગ માટે કિચન બજેટ વેરવિખેર થઇ ગયું છે. કેટલાય કુટુંબોએ ખાદ્યતેલનો વપરાશ ઓછો થાય તેના પગલા લેવા પડ્યા છે.

એક મહિનામાં સીંગતેલમાં 15 કિલોના ડબ્બાએ રૂ. 150 અને કપાસિયાના 15 કિલોના ડબ્બાએ રૂ.60 અને પામોલીન તેલમાં રૂ. 260નો ભાવ વધારો થયો છે. સિંગતેલનો ભાવ આમ 2850ને આંબી ગયો છે. આ સંજોગોમાં ખાદ્યતેલના વેપારીઓ જણાવે છે કે, પામમાં નવો પાક આવે અને તેમાં નીતિ ફરે તો પામોલીનના ભાવ થોડા ઘટશે. બાકી ભાવ ઊંચા જ રહેશે. તેલના સતત ભાવ વધી રહ્યા છે. એટલે સામાન્ય વર્ગ એકી સાથે ખરીદી કરવાને બદલે છુટક- છુટક ખરીદી કરી રહ્યા છે. હાલમાં અત્યારની ખરીદી હોટેલ- રેસ્ટોરન્ટ, લગ્નપ્રસંગ માટે પણ ખરીદી ચાલુ છે.

ખાદ્યતેલના ભાવમાં વધારાના કારણો
બે માસ પૂર્વેથી રશિયા- યુક્રેન યુધ્ધ શરૂ થયા બાદ તેલના ભાવ સતત ઉચકાય રહ્યાં છે. થોડા સમય પૂર્વે ઇન્ડોનેશિયામાંથી પામોલીનની સંપૂર્ણ નિકાસબંધી કરાયેલી જેથી પામોલીનના ભાવ આસમાને આંબ્યા છે જો કે હવે નિકામાં છૂટ અપાઇ છે. પણ હજી ભાવ ઘટવામાં વાર લાગશે. 20% સ્થાનિક વપરાશના નિયમને કારણે 65% આયાત કરી શકાશે. મગફળી-સીંગતેલમાં સિઝન પૂરી થવામાં છે જેથી કાચા માલની મળતર ઓછી છે.

2 વર્ષમાં પામોલીન તેલના ભાવમાં ડબ્બે 1200 વધ્યા
ગરીબોના ખાદ્યતેલ ગણાતા પામોલીન તેલના ભાવમાં છેલ્લાં બે વર્ષમાં તેજીનો જબ્બર જુવાળ જોવા મળ્યો છે. બે વર્ષ અગાઉ પામોલીન તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.1500 હતો તે આજે 1240 વધીને રૂ.2740ને આંબી ગયા છે. આમ, ગરીબોના ગણાતા પામોલીનના ડબ્બાનો ભાવ આસમાને આંબીને સિંગતેલના ભાવથી પામોલીન તેલના બ્રાન્ડેડ 15 કસ્લોના ડબ્બાના ભાવ માત્ર રૂ. 210 ઓછા છે.

ખાદ્યતેલના ભાવમાં એક માસમાં વધારો
ખાદ્યતેલહાલ ભાવ1 માસ પહેલાવધારો
સિંગતલરૂ.2850રૂ.2700રૂ.150
કપાસીયારૂ.2800રૂ. 2740રૂ.60
પામોલીનરૂ.2640રૂ.2380રૂ.260

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...