તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ વિશેષ:એક સપ્તાહમાં વાવેતરમાં 647 ટકાનો હેકટરનો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગત સપ્તાહે કુલ વાવેતર 41,600 હેકટર હતું તે આ સપ્તાહે વધીને 2,69,400 હેકટર થઇ ગયું

ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં ચોમાસાના વરસાદનો પ્રથમ રાઉન્ડ જામી ગયા પછી હવે વરાપ નિબળ્યો છે ત્યારે વાવેતરની કામગીરી જોશભેર આગળ વધી રહી છે. છેલ્લા એક જ સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં 2,27,800 હેકટરનો નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર જિલ્લામાં કુલ વાવેતર 2,69,400 હેકટરમાં પૂર્ણ થઇ ગયું છે. આ વર્ષે જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ હોય અને મેઘરાજા પણ પહેલા તબક્કામાં જામી ગયા હોય હવેના સપ્તાહમાં વાવેતરમાં નોંધપાત્ર વધારો થશે. ટકાવારીની દ્રષ્ટિએ ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે વાવેતરની ટકાવારીમાં 647 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ભીમ અગિયારસ પૂર્વે કેટલાક વિસ્તારોમાં વાવેતર શરૂ થઇ ગયું હતુ. બાદમાં વરસાદનો પહેલો તબક્કો પણ જામી જતા તેમજ સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ વરસી જતા હવે ઉમંગ-ઉત્સાહભેર વાવણી કાર્યનો આરંભ થઇ ગયો છે. ગત સપ્તાહના અંતે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 41,600 હેકટર જમીનમાં થયું હતુ. જ્યારે આ સપ્તાહમાં વાવેતર 2,27,800 હેકટર વધીને 2,69,400 હેકટર થઇ ગયું છે.

આ સાથે વાવણી કાર્ય પૂરજોશમાં આગળ ધપી રહ્યું છે. ગોહિલવાડ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ વાવેતરમાં સૌથી વધુ વાવેતર કપાસનું 1,51,700 હેકટરમાં થઇ ગયું છે. જે કુલ વાવેતરના 56 ટકાથી વધુ થાય છે.ભાવનગર જિલ્લામાં આ વર્ષે પણ કપાસ અને મગફળી જેવા પાકના વાવેતરનુ઼ પ્રભુત્વ અકબંધ રહ્યું છે. કપાસ અને મગફળી આ બે પાકનું જ કુલ વાવેતર 2,35,100 હેકટર છે. જ્યારે કુલ વાવેતર 2,69,400 હેકટરમાં થયું છે.

છેલ્લાં 3 સપ્તાહમાં વાવેતર
ભાવનગર જિલ્લામાં આ વર્ષે આ સપ્તાહમાં ખરીફ પાકનું કુલ વાવેતર 2,69,400 હેકટર થઇ ગયું છે તે ગત સપ્તાહના અંતે 41,600 હેકટર હતુ અને તે પહેલાના સપ્તાહે 5,400 હેકટર થયું હતુ. ભાવનગર જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે વાવણીકાર્યનો આરંભ થઈ ગયા બાદ સરેરાશ 6 ઈંચથી વધુ વરસાદ જિલ્લામાં વરસી ગયો છે. જોકે, હવે મેઘવિરામ બાદ ખેડૂતો વરસાદની આશામાં છે.

ક્યા પાકનું કેટલું વાવેતર વધ્યું ?
પાકઆ સપ્તાહે વાવેતરઆ સપ્તાહે વાવેતરવધારો
કપાસ1,51,700 હેકટર24,000 હેકટર1,27,700 હેકટર
મગફળી83,400 હેકટર15,100 હેકટર68,300 હેકટર
ઘાસચારો19,600 હેકટર1500 હેકટર18,100 હેકટર
બાજરો8,000 હેકટર400 હેકટર7,600 હેકટર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...