તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:જિલ્લામાં કૃષિ વાવેતરમાં 36,200 હેકટરનો વધારો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કપાસનું સર્વાધિક 24000 હેકટરમાં વાવેતર
  • પ્રથમ તબક્કામાં વરસાદ જામી જતા કુલ વાવેતર 41,600 હેકટરને આંબી ગયું

ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં ચોમાસાના વરસાદનો પ્રથમ રાઉન્ડ જામી ગયા પછી વાવેતરની કામગીરી જોશભેર આગળ વધી રહી છે. છેલ્લા એક જ સપ્તાહમાં ભાવનગર જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં 36,200 હેકટરનો નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર જિલ્લામાં કુલ વાવેતર 41,600 હેકટરમાં પૂર્ણ થઇ ગયું છે. આ વર્ષે જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ હોય અને મેઘરાજા પણ પહેલા તબક્કામાં જામી ગયા હોય હવેના સપ્તાહમાં વાવેતરમાં નોંધપાત્ર વધારો થશે.

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ભીમ અગિયારસ પૂર્વે કેટલાક વિસ્તારોમાં વાવેતર શરૂ થઇ ગયું હતુ. બાદમાં વરસાદનો પહેલો તબક્કો પણ જામી જતા તેમજ સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ વરસી જતા હવે ઉમંગ-ઉત્સાહભેર વાવણી કાર્યનો આરંભ થઇ ગયો છે. ગત સપ્તાહના અંતે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 5,400 હેકટર જમીનમાં થયું હતુ. જ્યારે આ સપ્તાહમાં વાવેતર 36,200 હેકટર વધીને 41,600 હેકટર થઇ ગયું છે. આ સાથે વાવણી કાર્ય પૂરજોશમાં આગળ ધપી રહ્યું છે.

ગોહિલવાડ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ વાવેતરમાં સૌથી વધુ વાવેતર કપાસનું 24,000 હેકટરમાં થઇ ગયું છે. જે કુલ વાવેતરના 57 ટકાથી વધુ થાય છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે પણ કપાસ અને મગફળી જેવા પાકના વાવેતરનુ઼ પ્રભુત્વ અકબંધ રહ્યું છે. કપાસ અને મગફળી આ બે પાકનું જ કુલ વાવેતર 39,100 હેકટર છે. જ્યારે કુલ વાવેતર 41,600 હેકટરમાં થયું છે.

ક્યા પાકનું કેટલું વાવેતર
પાકવાવેતર
કપાસ24,000 હેકટર
મગફળી15,100 હેકટર
ઘાસચારો1500 હેકટર
બાજરો400 હેકટર
અન્ય સમાચારો પણ છે...