તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લામાં આ વર્ષે પાણીની સ્થિતિ સારી છે અને તેમાં ઠંડી પણ સારી અને એકધારી પડવાનો આરંભ થતા છેલ્લા એક જ સપ્તાહમાં જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં 26,500 હેકટરનો વિક્રમી વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં એક સપ્તાહ અગાઉ વાવેતર 78,200 હેકટર હતુ તે હવે વધીને 1,04,700 હેકટર થઇ ગયું છે. જેમાં ખાસ તો ઘઉંનું વાવેતર 22,700 હેકટર થઇ ગયું છે. ભાવનગર જિલ્લામાં આ સપ્તાહે વાવેતર વધીને એક લાખ હેકટરને વટી ગયું છે. જિલ્લામાં આ વર્ષે ખાસ તો ઘઉં, ડુંગળી, ચણા, શાકભાજી સહિતના વાવેતર મુખ્ય છે. આ સપ્તાહે કુલ શિસ્યાળુ વાવેતર 1,04,700 હેકટર થઇ ગયું છે.
જે ગત સપતાહે 78,200 હેકટર હતુ. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયા બાદ જળાશયોમાં પૂરતુ પાણી છે જો કે વચ્ચે માવઠાથી શિયાળુ પાકને નુકશાની થઇ હતી. જો કે હવે એકધારી ઠંડી પડવાનો આરંભ થતા વાવેતરમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. આ વર્ષે પિયત ઘઉંનું વાવેતર 22,500 હેકટરમાં અને 200 હેકટરમાં બીન પિયત ઘઉંનું વાવેતર થયું છે. મકાઇનું પણ વાવેતર 500 હેકટરમાં થયું છે. જ્યારે ધાણાનું વાવેતર 700 હેકટરમાં થયું છે. લસણનું વાવેતર 400 હેકટરમાં થયું છે. જીરૂનું વાવેતર 300 હેકટરમાં થયું છે.
જિલ્લામાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં 4,400 હેકટરનો વધારો
આ વર્ષે ભાવનગર જિલ્લામાં ઘઉંના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ઘઉંનું આ સમયગાળા દરમિયાન કુલ વાવેતર 18,300 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે વધીને 22,700 હેકટર થઇ જતાં આ વર્ષે ઘઉંના પાકના વાવેતરમાં 4,400 હેકટરનો વધારો થયો છે.
ગોહિલવાડમાં મુખ્ય પાકનું કુલ વાવેતર
પાક વાવેતર
ઘઉં 22,700 હેકટર
ડુંગળી 21,900 હેકટર
ચણા 21,000 હેકટર
શાકભાજી 4,200 હેકટર
ઘાસચારો 32,800 હેકટર
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.