બોર્ડનું પરિણામ:ધો.10ના પરિણામની ટકાવારીમાં 11.41 ટકાનો વધારો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 2020ના વર્ષમાં ધો.10નું બોર્ડનું પરિણામ 56.17 ટકા હતુ તે આ વર્ષે વધીને 67.58 ટકા થયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં 2 વર્ષ પૂર્વે 2020માં લેવાયેલી ધો.10ની બોર્ડની પરીક્ષાની તુલનામાં ભાવનગર જિલ્લાના પરિણામમાં 11.41 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં 2020ના વર્ષમાં ધો.10નું બોર્ડનું પરિણામ 56.17 ટકા હતુ તે આ વર્ષે વધીને 67.58 ટકા થયું છે.

આ વર્ષે સોનગઢ કેન્દ્રનું પરિણામ 40.87 ટકા વધીને 84.86 ટકા થઇ ગયું છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં 30 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓમાં ઘટાડો નોંધાયો છે. 2020ના વર્ષમાં 30 ટકાથી ઓછું પરિણામ આવ્યું હોય તેવી શાળઓની કુલ સંખ્યા 80 હતી તે આ વખતે 57 ઘટીને 23 શાળા થઇ ગઇ છે.

1-2 વિષયમાં નાપાસ માટે જુલાઈમાં લેવાશે પૂરક પરીક્ષા
ધો.10ની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે આગામી જુલાઇ-2022માં પૂરક પરીક્ષા યોજાશે. તેના ફોર્મ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન ભરવાના રહેશે. જેમાં એક વિષય માટે ફી રૂા.130 અને બે વિષય માટે ફી રૂા.185 રહેશે. પૂરક પરીક્ષા ભાવનગરમાં પણ યોજાશે.

અંગ્રેજી અને વિજ્ઞાન વિષય પણ નડ્યા
આજે ધો.10નું પરિણામ જાહેર થયું તેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને ટકાવારીમાં ધાર્યા કરતા ઓછા ટકા આવ્યાં છે અને ઘણા નાપાસ થયા છે તેમાં બે વિષય ગણિત અને વિજ્ઞાન નડી ગયા છે તો કેટલાકને અંગ્રેજીને લીધે પણ ટકાવારી ઘટી ગઇ છે.

30 ટકાથી ઓછું હોય તેવી શાળામાં 52નો વધારો
2020ના વર્ષમાં 100 ટકા પરિણામ હોય તેવી શાળાઓની સંખ્યા ગત વર્ષે 6 હતી તે આ વર્ષે વધીને 9 થઇ ગઇ છે. જ્યારે 30 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓની સંખ્યા 2020ના વર્ષમાં વધીને 80 થઇ ગયેલી તે આ વર્ષે ઘટીને 27 થઇ ગઇ છે. જ્યારે 0 ટકા પરિણાવાળી શાળા 2020માં ભાવનગર જિલ્લામાં 9 હતી તે આ વર્ષે ઘટીને 4 થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...