તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત યુવાને કર્યા ઝેરના પારખા, વલભીપુરના આણંદપુર ગામે બનેલી ઘટના

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવાને 12 દિવસ પહેલા વાડીમા જઇ ઝેરી દવા પીધી હતી

વલભીપુર તાલુકાના આણંદપુર ગામે રહેતા યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત બની ઝેરી દવા પી આપઘાત વહોરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી છે.બનાવ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ વલભીપુર તાબેના આણંદપુર ગામે રહેતા વિપુલભાઇ ભરતભાઇ જોષી (ઉ.વ.24 ) એ લેણદારોની પટાણી ઉઘરાણીથી અને ધાકધમકીથી કંટાળી જઇ ગત તા. 23/11 ના રોજ ગામની સીમમા આવેલી વાડીએજઇ ઝેરી દવા પી લેતા તેને પ્રથમ વલભીપુર અને ત્યાંથી વધુ સારવાર્થે ભાવનગર સર ટી હોસ્પીટલમા ખસેડાયા હતા.જયા સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજયું હતુ. બનાવ અંગે સર ટી હોસ્પીટલ પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ. માટે ખસેડી જરુરી કાર્યવાહી કરી કાગળો વલભીપુર પોલીસને મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો