• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • An Important Decision Taken By The Education Department, Students Who Have Passed The SSC Board With A Grading Mark Will Also Get Admission In The Diploma.

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર:SSCમાં ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમામાં એડમિશન મળશે

ભાવનગરએક મહિનો પહેલા
  • રાજ્યના 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે
  • ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થી ડિપ્લોમાના વિવિધ કોર્સમાં એડમિશન લઈ શકશે

ગુજરાત SSC બોર્ડમાં ગ્રેસિંગ માર્ક સાથે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓનું કોઈ ભવિષ્ય ન હતું. આ વિદ્યાર્થીઓના હિતની ચિંતા નવાં વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગ્રેસિંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમાંના વિવિધ કોર્સ માટે જોડાઈ પોતાની કેરીયર ડેવલપ કરી શકે એવો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ નવાં વર્ષનાં આરંભે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ માટે એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજ સુધી SSC બોર્ડમાં ગ્રેસિંગ માર્કે સાથે ઉતિર્ણ થનારા છાત્રો માટે યોગ્ય કેરિયરમાં આગળ વધવા માટે કોઈ ઉચિત વિકલ્પ ન હતો, ત્યારે દર વર્ષે 30 હજારથી વધુ ગુજરાત SSC બોર્ડના વિદ્યાર્થીઓને લાભ થાય અને ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી શકે એવો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

દર વર્ષે અનેક કોલેજોમાં ડિપ્લોમાં ફેકલ્ટીમાં સીટો ખાલી પડી રહે છે
આ અંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ સત્તાવાર જાહેરાત સાથે જણાવ્યું હતું કે, SSC બોર્ડ બાદ એટલે કે ધોરણ 10 માં ફક્ત સારી ટકાવારી વિના પાસ થયા બાદ વધુ અભ્યાસ કે અન્ય ઉચ્ચ ફેકલ્ટીમાં કેરિયર બનાવવા માટે પાસિંગ ગ્રેડ આધારિત કોઈ જ વિકલ્પ ન હતો. ત્યારે દર વર્ષે રાજ્યની અનેક કોલેજોમાં ડિપ્લોમાં ફેકલ્ટીમાં સીટો પણ ખાલી પડી રહેતી હતી. આથી આ વર્ષે ધોરણ 10 SSC બોર્ડમાં પાસિંગ ગ્રેડ સાથે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં ફેકલ્ટીમાં જોડાઈને આગળ પોતાની કારકિર્દી-કરિયર વધુ સારી રીતે ડેવલપ કરી શકશે. આથી રાજ્યની કોલેજોમાં સીટો પણ ખાલી પડી નહીં રહે અને યુવાઓ પોતાની એજયુકેશન લાઈફ સારી રીતે બનાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...