ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા તા.11 થી 17 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસના સહયોગથી માર્ગ સલામતી સપ્તાહનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના પ્રારંભે બાઇક રેલી તથા અકસ્માતની તસ્વીરોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન જિલ્લા કલેકટરે ટ્રાફિક કચેરી ખાતેથી કર્યું હતું.
અકસ્માતની તસ્વીરોનું પ્રદર્શન પણ યોજાયું
ભાવનગર જિલ્લા કલેકટર ડી.કે. પારેખની ઉપસ્થિતિમાં યોજાયેલા માર્ગ સલામતી સપ્તાહના ઉદ્ઘાટન સમારોહમાં એસપી. રવિન્દ્ર પટેલ તથા આગેવાનો ગીરીશ શાહ, મેહુલ વડોદરિયા, એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા, ટ્રાફિક પીઆઇ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ સલામતી સપ્તાહના ઉદઘાટન બાદ કલેક્ટર, એસપી સહિતની ઉપસ્થિતિમાં ટ્રાફિક જવાનોની જનજાગૃતિ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કર્યા હતા. આ ઉપરાંત ઝડપની મજા મોતની સજાના શિર્ષક હેઠળ અકસ્માતની તસ્વીરોનું પ્રદર્શન પણ યોજાયું હતું જેને આગેવાનોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તા.17 સુધી દરરોજ અલગ અલગ કાર્યક્રમોનુ આયોજન પણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.