કાર્યવાહી:તળાજા મામલતદાર કચેરીનો કર્મી લાંચ લેતા ઝડપાયો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તળાજા મામલતદાર કચેરીમાં ખરીદેલ જમીનનો ગામ નમુના પત્રક ખરીદેલ જમીનદારે માંગતા તે માટે રૂા.11,000ની લાંચ લેતો કરાર આધારીત કલાર્ક કર્મચારી ભાવનગર એસીબીની જાળમાં રંગે હાથ ઝડપાઈ જતા તેની સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ હતી.તળાજા મામલતદાર કચેરીમાં આવેલ સર્કલ ઓફીસરની કચેરીમાં એક અરજદારે વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદી હતી તેનો જમીનનો ગામ નમુના 7-12 8 (અ) પત્રક ઓફીસમાં કામ કરતા કરાર આધારીત કર્મચારી યશપાલ રાજેન્દ્રસિંહ સરવૈયા પાસે માંગતા તેણે લાંચના અગાઉ અરજદાર પાસેથી રૂા.4000 લીધેલ અને બીજા લાંચના રૂા.11000ની રકમ માંગી હતી.

જે અરજદાર આપવા માંગતા ન હોય તેણે ભાવનગર એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં આરોપી યશપાલે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂા.11000ની લાંચની માંગ કરી રૂપિયા સ્થળ પર જ સ્વીકારતા એસીબીના રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ તેની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી. સફળ છટકામાં ઈન્ચાર્જ પી.આઈ. સી.જી. રાઠોડ, પી.આર. રાઠોડ તથા ભાવનગર, અમરેલી, બોટાદની એસીબી ટીમના સભ્યો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...