જીલ્લા કક્ષાના મહુવા શહેરમાં ગવર્મેન્ટ રેસ્ટ હાઉસ સિવાય આમજનતા માટે રહેવા લાયક એક પણ પથિકાશ્રમ નથી. માત્ર ખખડધજ હાલતમાં એક-બે રૂમનો ઉપયોગ કરી શકાય તેવુ જીલ્લા પંચાયતનું રેસ્ટ હાઉસ આવેલુ છે. સરકારી રેસ્ટ હાઉસ અને જીલ્લા પંચાયત પથિકાશ્રમમાં અધિકારીઓ અને પદાધિકારીઓના ધામા હોય છે. આમ જનતા માટે રહેવા માટે ખાનગી ગેસ્ટ હાઉસ સિવાય બીજો વિકલ્પ નથી. મહુવા તાલુકા પંચાયતની વિશાળ જગ્યામાં પથિકાશ્રમ હતુ જે ભુતકાળ બની ગયુ છે. મહુવા જીલ્લાનો સૌથી મોટા તાલુકો છે.
આરોગ્ય સેવા માટે ખરીદી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની સિઝનમાં હજ્જારો લોકો મહુવામાં ગેસ્ટ હાઉસના મોંઘા ભાડા ભરી પોતાની વ્યવસ્થા જાળવે છે.તબીબી, શિક્ષણ જેવી જરૂરીયાત માટે બે-ત્રણ દિવસ કે અઠવાડિયુ મહુવામાં રહેવુ ફરજીયાત બનતુ હોય તેવા સમયે સુવિધવાળુ જાહેર પથિકાશ્રમ નગરપાલિકા,તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતે બનાવવુ જોઇએ.
તાલુકા પંચાયત મહુવા પાસે વિશાળ જગ્યા શહેરની મધ્યમાં ગાંઘીબાગ પાસે છે. ભુતકાળમાં પથિકાશ્રમનો ભારે લાભ લોકોને મળતો હતો. આ જગ્યામાં ખંઢેર બનેલા બિલ્ડીંગો પાડી અદ્યતન પથિકાશ્રમ બનાવવાની માંગ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડુતોમાં ઉભી થવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.