સરવૈયુ:ભાવનગર શહેરમાં દર મહિને સરેરાશ 244 નવા આધાર કાર્ડ ઇસ્યુ કરાયા

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક વર્ષમાં 10,934 કાર્ડ અપડેટ કરાયા

શહેરમાં નવા આધાર કાર્ડ તેમજ આધાર કાર્ડને અપડેટ કરવાની કામગીરી હવે વર્ષભર કરવામાં આવે છે. આજની સમગ્ર સરકારી વ્યવસ્થા માટે આધાર કાર્ડ મૂળ આધાર ગણવામાં આવે છે તેના વગર સરકારી કાર્યવાહી આગળ વધતી નથી. આ સંજોગોમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત નાણાંકીય વર્ષમાં કુલ 2629 નવા આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

જ્યારે 10,934 આધાર કાર્ડને અપટેડ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા 1 એપ્રિલ,2021થી 31 માર્ચ,2022 દરમિયાનના એક વર્ષ દરમિયાન 2926 નવા આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યાં છે. એટલે કે દર મહિને એવરેજ નવા 244 કાર્ડ ઇસ્યુ થયા છે. જ્યારે 10,934 એટલે કે દર મહિને 911 કાર્ડને અપડેટ કરવામાં આવ્યાં છે.

ગત મે-2021માં આખા મહિનામાં આંગળીના વેઢે ગણાય એટલા માત્ર 8 જ નવા આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યાં હતા જ્યારે જુલાઇ-2021માં 482 નવા કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આવી જ રીતે અપડેટનો રેકોર્ડ ચકાસીયે તો મે-2021માં માત્ર 26 જ આધાર કાર્ડ અપડેટ કરાયા હતા જ્યારે ડિસેમ્બર-2021માં એક જ માસમાં 1351 આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યાં હતા.

મહાનગરપાલિકા ઉપરાંત અન્ય કેટલાક સ્થળોએથી પણ આધાર કાર્ડ નવા ઇસ્યુ થાય છે તેમજ અપડેટ પણ કરાવી શકાય છે. જેમાં હેડ પોસ્ટ ઓફિસ, બીએસએનએલ, એચડીએફસી બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા(આતાભાઇ ચોક શાખા) ખાતે આ સુવિધા ઉપલબ્ધ છે. તેમાં અપડેટ માટે નિયત ફી લેવાય છે. આ ઉપરાંત આઇસીડીએસ કચેરીમાં પણ આ સેવા મળે છે. સેવા સેતુમાં આ કામગીરી વિનામૂલ્યે કરાય છે.

અન્ય સમાચારો પણ છે...