ક્રાઈમ:દલીતો પર અત્યાચારની રજુઆત બાદ ભુંભલીના દલીત યુવક પર થયો હુમલો

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગઇકાલે રેન્જ ડી.આઇ.જી.પી યાદવને
  • વર્ષોથી દલીતોના સ્મશાન બાબતે માથાકુટ ચાલી આવે છે અને વારંવાર દલીતો પર થાય છે હુમલા

ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી દલિતો ઉપર થતાં અત્યાચારો અંગે ગુજરાત દલિત પંચાયત પરિષદના પ્રદેશ પ્રમુખ ડો.દિનેશભાઇ પરમાર તેમજ સહ કન્વીનર માવજીભાઇ સરવૈયા સહિતના આગેવાનો દ્વારા ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવને હજી ગઇકાલે રજુઆત કરાઇ છે ત્યારે ભાવનગર તાલુકાના ભુંભલી ગામે રહેતા દલીત યુવાન પર અગાઉની પોલીસ ફરિયાદની દાઝે ભુંભલીના સરપંચ તથા તેના પુત્ર સહિત  6 શખ્સોએ જ્ઞાતિ વિશે હડધુત કરી તલવાર પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

હુમલાખોર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજુઆત કરાઇ
બનાવ અંગે મળતી વિગત મુજબ ભુંભલીગામ વણકરવાસમાં રહેતા મોહનભાઇ ખોડાભાઇ સુમરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અગાઉ ફરિયાદી તથા આરોપી જયસુખભાઇ આહિરે પોલીસમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હોય જેની દાઝ રાખી ભુંભલીના સરપંચ જયસુખભાઇ આહિર તેના પુત્ર ચેતન ઉર્ફે સુર્યા  જયસુખભાઇ આહિર, જયતુભાઇ આહિર, મુન્ના મોહનભાઇ, હિરેન બાવાજી, કાળુભાઇ વાલાભાઇ નો છોકરોએ એકસંપ થઇ ફરિયાદીને તલવાર, લોખંડના સળીયા તથા પાઇપ વડે મારમારી જ્ઞાતિ વિશે હડધુત કરી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ઘોઘા પોલીસે તમામ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે દલિત અધિકાર સંઘ ગુજરાતના મોહનભાઇ બોરીચા સહિતના આગેવાનોઅે જિલ્લા પોલીસ વડાને હુમલાખોર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...