કાર્યવાહી:શહેરમાં 8 વર્ષના બાળકની પોતાની સમજદારીથી અપહરણ થતા બચ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોપ થ્રી સર્કલ પાસે અપહરણનો પ્રયાસ કરનારા આરોપીઓ ઝડપાયા

શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા બાળકના અપહરણનો પાડોશી દ્વારા જ પ્રયાસ થયો હતો પરંતુ માતા-પિતાએ અજાણ્યા લોકો પાસેથી કંઈ પણ વસ્તુ નહી સ્વિકારવાની સલાહ તથા બાળકની સમજદારીથી અપહરણકર્તાઓ પોતાનો હેતુ પાર પાડી શક્યા નહોતા.

ટોપ થ્રી સર્કલ પાછળના ભાગે આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને અલંગમાં નોકરી કરતા અમરીશભાઈ આદર્શભાઈ ભારદ્વાજના 8 વર્ષના પુત્ર અંશવીર ગત તા. 19/12ના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ઘર પાસે રમતો હતો.

ત્યારે કારમાં સવાર ત્રણ માસ્ક પહેરેલા અજાણ્યા લોકોએ તેના પિતાના નામનું પાર્સલ લેવા ગાડીમાં બોલાવ્યો પરંતુ અંશવીરે ગાડીમાં જવાને બદલે ઘરે જઈ દાદાને પાર્સલ આવ્યું હોવાની જાણ કરતા તેઓ બહાર આવ્યા પરંતુ ત્યાં કાર હતી નહી અને શંકા જતાં સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક પાર્સલનું ખોટું બહાનું કરી ત્રણ અજાણ્યા લોકો શંકાસ્પદ પ્રવૃત્તિ કરવાના ઈરાદે આવ્યા હોવાનું જાણાતા ભરતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેની પોલીસે તપાસ કરતા તેમના પાડોશમાં જ રહેતા પ્રદિપ હિંમતસિંહ સરવૈયા તથા તેના અન્ય ત્રણ સાથીઓએ પૈસા પડાવવાના ઈરાદે અપહરણ કરવા આવ્યા હતા.

​​​​​પરંતુ તેમનો અંશવીર તેમની પાસે નહી જતાં દાદુ-દાદુ કરતો ઘરે જતો રહેતા તેઓએ અપહરણ નહી કરી પરત જતાં રહ્યાં હતા. આ મામલે અમરીશભાઈ આદર્શભાઈ ભારદ્વાજે ભરતનગર પોલીસમાં તેમના જ પાડોશી પ્રદિપ હેમંતસિંહ સરવૈયા તથા તેમના સાથીદારો ચેતન રમણીકભાઈ કીલજી (રહે. સિંધુનગર), રણજીત ભાવુભા સરવૈયા (સ્વપ્નસુષ્ટિ સોસાયટી, ટોપ થ્રી સર્કલ પાસે) તથા મયુર ઉર્ફે ડગી ઘનશ્યામભાઈ ચુડાસમા (રહે. ગોકુલધામ સોસાયટી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ભરતનગર પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા અને આરોપીઓ પાસે આજે પોલીસ ક્રાઈમનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવશે.

અજાણ્યા પાસેથી કંઈ ના લેવું તે સલાહ ઉપયોગી નિવડી
20મી તારીખે અંશવીરનો જન્મ દિવસ હતો તેથી આગલા દિવસે હું અને મારા પત્નિ ખરીદી કરવા ગયા હતા. અમારા બાળકોને અમે નાનપણથી જ ગુડ ટચ, બેડ ટચ તથા અજાણ્યા લોકો પાસેથી કંઈ વસ્તુઓ મમ્મી-પપ્પા કે દાદા-દાદીની હાજરી વિના લેવી નહી કે લેવા જવી નહી તેવું શિખવાડતા આવ્યા છીએ અને તે સલાહના લીધે મારો દિકરો તે લોકો પાસે જવાને બદલે દાદા પાસે ગયો અને અપહરણ થતાં બચી ગયો.- અમરીશભાઈ ભારદ્વાજ, બાળકના પિતા

અન્ય સમાચારો પણ છે...