ધરપકડ:ભાવનગરની ચોરીનો ભેદ અમરેલી પોલીસે ઉકેલ્યો, ત્રણ ઝડપાઇ ગયા

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોણા ચાર લાખ રૂપીયાની ચોરી કરી ફરાર હતા
  • 3 આરોપીને ટ્રાન્સફર વોરંટથી ભાવનગર મોકલી આપ્યા

ભાવનગર શહેરમાં આશરે ત્રણેક માસ પહેલા ચિત્રા વિસ્તારમાં આવેલ બે કારખાનામાંથી લાખો રૂપીયાની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છુટ્યા હતા. જેની બોરતળાવ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

ભાવનગર શહેરમાં ચોરીના બનાવો દિવસે દિવસે વધતા હોય તેમ ચિત્રા જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ત્રણેક માસ પહેલા બે ફ્કટરીમાંથી એકી સાથે લાખોના મત્તાની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા. ભાવનગર શહેરના ઇસ્કોન મેગાસીટી ખાતે પિયુષ ભવાન ભાઇ કંસારાના ચિત્રા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ પુષ્પમ પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં અજાણ્યા શખ્સો આવી રૂમના બારણા તથા ટેબલ અને ડ્રોઅરના તાળા તોડી તેમાં રાખેલ 265000 રોકડ ચોરી પલાયન થઇ ગયા હતા.

આ ઉપરાંત પુષ્પમ ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલ વિશાલભાઇની માલિકીની ફેક્ટરી ખોડીયાર મિનરલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તસ્કરોએ ખાતર પાડ્યું હતું. જ્યાંથી કારખાનામાં રહેલ કબાટમાંથી રૂા. 110000ની રોકડ ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આમ, બંન્ને કારખાનામાંથી 3,75 લાખની ચોરી થ‌વા પામી હતી જેની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ બંન્ને ચોરીના પાંચ શખ્સો ત્રણેક માસથી ફરાર હતા જેમાં અમરેલી પોલીસે અમરેલી સીટીમાંથી પાંચમાંથી ત્રણ શખ્સો કમલેશ તેરસિંગભાઇ ખરાડ, શૈલેષ નાનસિંગભાઇ ખરાડ અને બચુ માલાભાઇ ખરાડ (રહે. વડવા,તા. ગરબાડા જિ. દોહોદ) ને ઝડપી લઇ ટ્રાન્સફર વોરંટ મારફતે ભાવનગર બોરતળાવ પોલીસ મથકને મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...