તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર શહેરમા બે શખ્સો ઝઘડતા હોય તેને છોડાવવા જતા અેક શખ્સે ફરિયાદી ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જયારે મહુવાના ઉમણીયાવદર ગામે બનેલી હુમલાની બે ઘટનાઅોમાં ઇજાગ્રસ્તોને સારવાર્થે હોસ્પીટલમા ખસેડાયા હતા. શહેરના પોપટનગર,રુખડીયા હનુમાન મંદીર નજીક રહેતા પંકજભાઇ ઉર્ફે પેટી હીરાભાઇ બારૈયાઅે અારોપી રાહુલ ઉર્ફે દસો દશરથભાઇ જમોડ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે ગત રાત્રે જમીને તેઅો બહાર અાંટો મારવા નીકળેલ. તે વખતે જયોતિ ફેકટરીની પાછળ બે શખ્સો ઝઘડતા હતા. જેથી પોતે તેઅોને છોડાવવા જતા રાહુલ ઉર્ફે દસો દશરથભાઇ જમોડે તેમના પાસે રહેલી છરી વડે ફરિયાદી પંકજભાઇને અાડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હતી. તે વખતે તેમની પડોશમા રહેતા જીતેશભાઇ ગર તથા હરેશભાઇ બારૈયા ત્યા અાવી જતા રાહુલ ભાગી ગયો હતો. જે અંગે સી.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
જયારે મહુવાના ઉમણિયાવદર ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરતા રજાકભાઇ ઉસ્માનભાઇ સમા ગત રાત્રીના અેક પેસેન્જરને બેસાડી મહુવા અેસ.ટી.બસ સ્ટેન્ડથી મંગલમૂર્તી સ્કુલ જવા નીકળ્યા હતા. કુબેરબાગથી અાગળ જજના બંગલાવાળા રોડે નિલમ ટાવર પહેલા અાવતા ચોક પાસે પહોંચતા ત્યારે રસ્તા પર અેક લાલ ટીશર્ટવાળો રોડ વચ્ચે ઉભો હતો. તથા અેક મોપેડ પર બે શખ્સો બેઠા હતા. જેથી પોતે રીક્ષા ઉભી રાખી તેને સાઇડમા રહેવાનુ કહેતા તે શખ્સે ઉશ્કેરાઇ જઇ તેઅો ઉપર હુમલો કરી મારમારી ગંભીર ઇજા પહોચાડેલ. તેમજ લાલ ટીશર્ટવાળા પાસે છરી જેવુ હોય તેના વડે રીક્ષા ચાલકને મારમારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડેલ. તે વખતે ઝપાઝપીમા પોતાના અાખા દીવસની કમાઇના રૂપીયા 600-700 ખીસ્સામાંથી પડી ગયેલ. અને વધુ મારથી બચવા પોતે રીક્ષા લઇને નાસી ગયેલ. બાદમા અા બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.