તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:કોરોના મહામારી વચ્ચે ભાવનગર સીટી મામલતદાર કચેરી પર દાખલા કઢાવવા અરજદારની લાઈન લાગી

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કચેરી પર ઉડી રહ્યા છે સોશિયલ ડીસ્ટંસના ધજાગરા

ભાવનગરમાં કોરોના હાઈ સપાટી પર પોહચી રહ્યો છે અને કોરોનાની ગાઈડલાઈનના જ્યાં ત્યાં ભંગ થતા જોવા મળે છે. સીટી મામલતદાર કચેરીમાં અનેક વિવિધ પ્રકારના દાખલો કઢાવવા નિયમોનો ભંગ થઈ રહ્યો છે તેવું આ લાઈનોમાં જોવા મળી રહ્યું છે,

ભાવનગર શહેરમાં આવેલી સીટી મામલતદાર કચેરીમાં દાખલો કઢાવવા આવતા લોકોની લાંબી લાઈનો રોજ થઈ રહી છે લાઈનોમાં ઉભેલા અને ડિસ્ટન્સ વગર દાખલો કઢાવવા આવેલા રાહદારીઓ નિયમો તોડી રહ્યા છે અંતર રાખવામાં આવતું નથી તો કેટલાક લોકોને મોઢે માસ્ક પર જોવા મળતું નથી એક તરફ શહેરમાં આંકડો 79 પર કોરોનાનો પોહચ્યો છે અને તંત્ર ખુદ નિયમ ભંગ થતો હોવા છતાં કામગીરી કરી રહ્યું છે,

ભાવનગર શહેરની વસ્તી આશરે 5 લાખ છે ત્યારે નોન ક્રિમિલિયર, ઈડબ્લ્યુએસ, આવકના દાખલા સહિત અન્ય પ્રકારના દાખલા કાઢવામાં આવે છે જેથી લોકોનો ઘસારો સ્વાભાવિક રહેવાનો છે છ બારીઓ છે જેમાં અલગ અલગ પ્રક્રિયા થતી હોવાથી લાઈનો હોઈ છે પણ હાલમાં લાઈનો લાગવા પાછળ સીટી મામલતદારે જણાવ્યું હતું કે લાઇન એક દિવસ પૂરતી લાગી હતી કારણ કે સર્વર ડાઉન હતું. સોસીયલ ડિસ્ટન્સ માટે હોમગાર્ડ મુકેલા છે કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો