મેઘમહેર:ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘમહેર યથાવત, જેસર તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં વરસાદ વરસ્યો

ભાવનગર3 મહિનો પહેલા
  • ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 9 તાલુકામાં સામાન્ય વરસાદ, એક તાલુકો કોરો ધાકોડ

ભાવનગર શહેરમાં મેઘરાજા એક રસ થઈને વરસી રહ્યા છે, શહેર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે શહેરને ધેર્યું હતું, શહેરમાં બપોરે એકાએક જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું, જેમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આમ, ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી વચ્ચે બીજા દિવસે પાલીતાણામાં ધીમી ધારે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ
ભાવનગરમાં બપોરે બાદ વરસાદી ઝાપટું વરસ્યું હતું, શહેરના જુદા જુદા વિસ્તારમાં સુભાષનગર, કાળાનાળા, રૂપમચોક, માધવદર્શન, પરિમલ ચોક, મેઈન બજાર, નીલમબાગ સર્કલ, શિવાજી સર્કલ, દેસાઈનગર, બોરતળાવ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ બપોરે બાદ દસ્તક દીધી હતી, આમ, ભાવનગર શહેરમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હતો, આજે બપોરે બાદ એકાએક વરસાદી માહોલ થતા શહેર અને જિલ્લામાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈને સતત બીજા દિવસે મેધ મહેર જોવા મળી રહી છે,

આજે ભાવનગર સહિત રાજ્યભરમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાત રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે વરસાદ જેમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, પોરબંદર અને ભરૂચ સહિત ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સવારના 6 વાગ્યા થી બપોરના 2 કલાક સુધીમાં તાલુકાઓમાં વરસાદ
ભાવનગર જિલ્લામાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 સુધીમાં તાલુકાઓમાં મેઘ મહેર થવા પામી છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 9 તાલુકા સામાન્ય વરસાદ પડ્યો હતો જ્યારે 1 તાલુકાઓ કોરા ઘાક હતા, સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં પાલીતાણા -13 મિમી, ઉમરાળા -8 મિમી, ભાવનગર -7મિમી, સિહોર - 7 મિમી, ઘોઘા -6 મિમી, વલ્લભીપુર- 5 મિમી, તળાજા -4 મિમી, ગારીયાધાર - 3 મિમી તથા મહુવા - 2 મિમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જેસર તાલુકા કોરો ધાકડ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...