સ્નેહમિલન:ભાવનગરમાં મોઢ ચાતુર્વેદી રાજ્યાગોર સમવાઈ કુમાર છાત્રાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1944 થી આજ દિન સુધી અભ્યાસ અર્થે બોર્ડિંગમાં રહેલા વિદ્યાર્થીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં
  • બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા જ્ઞાતિજનોનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું

ભાવનગર ‌શહેરના સિંધુનગરમાં આવેલી મોઢ ચાતુર્વેદી રાજ્યાગોર સમવાઈ કુમાર છાત્રાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ છાત્રાલયના વર્ષ 1944 થી આજ દિન સુધી અભ્યાસ અર્થે બોર્ડિંગમાં રહેલા વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે હજાર રહ્યાં હતા. એવું પ્રથમવાર બન્યું હશે કે, જેમાં છાત્રાલયના વિદ્યાર્થીઓની ચાર પેઢી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.

શાંતિ યજ્ઞનું આયોજન કરાયું

‌આ કાર્યક્રમની શરૂઆતમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ મહામારી સામે માનવજાત જીતે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ ઉપરાંત શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આર્મીમાં ફરજબજાવનારા જવાનોનું સન્માન

બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા જ્ઞાતિજનોનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાતિના યુવાનો કે જે આર્મીમાં ફરજ બજાવે છે તે જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...