તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્યાય:રસ્તો સારો નથી છતા કોબડી ટોલટેક્ષનું ઉઘરાણું દસમાંથી નવ વાહન ચાલકો માને છે આ ખોટુ છે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોબડી પાસે ટોલટેક્ષ લેવાનું શરૂ કરાયું - Divya Bhaskar
કોબડી પાસે ટોલટેક્ષ લેવાનું શરૂ કરાયું
 • કોબડી ટોલનાકાએ જઈ સૌરાષ્ટ્ર સમાચારની ટીમે વાહન ચાલકો પાસેથી મેળવ્યો અભિપ્રાય
 • નેશનલ હાઇવે અધુરો, સ્ટેટ હાઇવે ખખડધજ, સુવિધાને બદલે હેરાનગતિ હોવા છતાં લોકોને પરાણે ભરવો પડે છે ટોલટેક્ષ

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેનું કામ હજુ અધુરૂ છે એટલું જ નહીં નવો નેશનલ હાઇવેનો રસ્તો બની રહ્યો છે જયારે જુનો સ્ટેટ હાઇવેનો રસ્તો સાવ બિસ્માર છે. પરિણામે રસ્તાની અસુવિધાથી લોકો પીડાઇ રહ્યાં છે. તેમ છતાં કોબડી પાસે ટોલટેક્ષ લેવાનું શરૂ કરાયું છે. સૌરાષ્ટ્ર સમાચારની ટીમે ટોલટેક્ષ પર મંગળવારે બપોરે સતત બે કલાક રહી ટોલટેક્ષ મામલે વાહનચાલકો આજુ-બાજુના ગ્રામજનોને અને તંત્ર શું કહે છે.

તેનો ગ્રાઉન્ડ રીપોર્ટ તૈયાર કર્યો તો સરેરાશ 10 માંથી 9 વાહન ચાલકો એવું માને છે કે, રસ્તાની પુરતી સુવિધા નથી ત્યારે આ ટોલટેક્ષ ઉઘરાવવો ગેરવ્યાજબી છે. બે કલાકમાં સાત થી આઠ વાહનચાલકો સાથે ટોલ નાકાના કર્મચારીઓને જીભાજોડી પણ થઇ હતી 1 લી જાન્યુઆરીથી ફાસ્ટટેગ ફરજીયાત હોવાથી લોકોને ધરાર આ ટેક્ષ ભરવો પડશે. ત્યારે ટેક્ષ લેવાની સાથે રસ્તો પણ સુવિધાજનક બને તેવો લોકસૂર જાણવા મળેલ છે.

સરકારના આદેશ મુજબ ટોલ શરૂ કરાયો છે
નિયમ મુજબ જેટલા કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે તેનો જ ટોલ વસુલ કરવામાં આવી રહ્યો છે. હાલ જે ટોલ અમલમાં છે તેની મુદ્દત 3 માસની છે, બાદમાં રીવ્યૂ કરવામાં આવશે અને ત્યારથી સ્થિતિ મુજબ ટોલમાં વધારો પણ થઇ શકે. અમે તો સરકારના આદેશનું પાલન કરી રહ્યા છીએ. - અમરીષ માનેકર, પ્રોજેક્ટ ડાયરેક્ટર, નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઇન્ડીયા

ટોલનાકે આવનારા વાહન ચાલકોના મત

 • રસ્તો હજુ બન્યો જ નથી ત્યારે આ 2 કિ.મીનો રસ્તો સારો બનાવી ઉઘરાણું ચાલુ કર્યું તે સરકારની સરમુખ્ત્યારસાહી છે. - દિપક જાની-વાહનચાલક
 • સુવિધા મળતી હોય તો ટોલટેક્ષ ભરવાનો વાંધો નથી પણ હજી આ રસ્તાનું કામ 10 વર્ષ સુધી પુરૂ થાય તેમ નથી તો ટોલટેક્ષ શેનો ? - રાજેન્દ્રસિંહ ટ્રાન્સપોર્ટર
 • સરકાર એમા મળતીયાઓને રળવા માટે ટોલનાકુ ચાલુ કરાવ્યું છે. રોજ-રોજ અલંગ જનાર લોકોને ભારે અત્યાચાર થશે. : ચેતન મહેતા- વ્યવસાયી
 • કોબડી ભાવનગરની ભાગોળે જ આવેલું છે. હજુ તળાજા સુધીનો રસ્તો કરીને પણ ટેલટેક્ષ ઉઘરાવતા હોત તો વ્યાજબી હતું આ તો સરાસર લુંટ છે.: હરેશ સોલંકી- નાગરીક
 • ભાવનગરના નેતાઓ જ બોગસ છે. રસ્તો પુરો થયો નથી છતાં ટોલટેક્ષ ઉઘરાવે છે તોય કોઇ નેતાઓ બોલતા નથી. બધા આંગળી ઉંચી કરવાવાળા છેે.: મહેન્દ્રસિંહ ગોહિલ- વાહનચાલક

સર્વિસ રોડ પર શૌચાલય બનાવી દેવાતા ભારે રોષ
ભાવનગર સોમનાથ ફોર ટ્રેક નેશનલ હાઇવેનું કામ અધુરૂ છે આજુબાજુના 20 કિલોમિટરની ત્રિજયામાં આવતા ગામોને પણ છોડવામાં આવતા નથી આ અંગેની ફરિયાદ સરપંચ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને મળીને કરવામાં આવી છે પણ તેનો કોઇ ઉકેલ આવ્યો નથી.સર્વિસ રોડ આપવાના બદલે ટોલનાકા નજીક રસ્તો બંધ કરી દઇ તેના પર શૌચાલયનું બાંધકામ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો