તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિલંબ:ચાર વર્ષ વિત્યા છતાં બોટાદ-અમદાવાદ વચ્ચેનું રેલ લાઈન ગેજ કન્વર્ઝન અપૂર્ણ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી નડે છે ફંડનો પ્રશ્ન
  • ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ-સાંસદ, કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં હોવા છતાં પ્રોજેકટની મંથર ગતિ
  • વર્ષ 2017માં શરૂ થયેલો બ્રોડગેજનો પ્રોજેક્ટ હજુ પણ સંપૂર્ણપણે પુરો થયો નથી

ભાવનગર રેલવે ડિવિઝન તળેના બોટાદ-અમદાવાદ વચ્ચે મીટરગેજ લાઇનમાંથી બ્રોડગેજ લાઇનનું રૂપાંતરણ માર્ચ 2000માં પૂર્ણ થવાનું હતુ, તે સરકારમાંથી છેલ્લા દોઢ વર્ષથી યોગ્ય ફંડની ફાળવણીમાં વિલંબ, અમદાવાદ નજીક ક્રોસિંગ, અંડરબ્રિજ અંગેના લોકોના વિરોધને કારણે પ્રોજેક્ટ નિર્ધારીત સમયસીમાથી ધીમો ચાલી રહ્યો છે, અને હજુ ક્યારે સંપૂર્ણપણે પૂર્ણ થશે તેના અંગે કોઇ ગળું ખોંખારીને બોલી શકે તેમ નથી.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સંસદમાં હોવા છતા ભાવનગરને અસરકર્તા મહત્વપૂર્ણ ગેજ કન્વર્જનનો પ્રોજેક્ટ લંગડાઇ રહ્યો છે. બોટાદ-અમદાવાદ વચ્ચે ગેજ કન્વર્ઝનનું કામ રેલ વિકાસ નિગમ લિમિટેડને સોંપવામાં આવ્યુ હતુ. સમગ્ર પ્રોજેક્ટનું કામ સીવિલ, ઇલેકટ્રિક અને ઓપરેશન એમ ત્રણ તબક્કામાં વહેંચાયેલું છે.

સોમવારે પ્રસિધ્ધ થયેલા બજેટમાં બોટાદ-અમદાવાદ રેલ લાઇન કન્વર્ઝનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં અનેક વિઘ્નો આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને સમયસર નાણાની ચુકવણી પણ થતી નહીં હોવાથી પ્રોજેક્ટનું કાર્ય અનુમાનિત ગતિ મુજબ ચાલી રહ્યું નથી. કેન્દ્ર સરકારમાંથી છેલ્લા દોઢ વર્ષથી પર્યાપ્ત માત્રમાં ફંડ આવી રહ્યું નથી, જેની સીધી અસર આ પ્રોજેક્ટ પર પડી રહી છે.

અત્રે ઉલ્લેનિય છે કે ભાવનગર રેલવે ડિવીઝન હેઠળના બોટાદથી અમદાવાદ સુધીના મીટરગેજને બ્રોડગેજમાં ફેરવવાના આ પ્રોજેક્ટ વખતોવખત ઠપ થઈ જતો હોય તેમ આગળ વધી રહ્યો નથી. આથી ભાવનગરથી અમદાવાદ સુધી ઓછા સમયમાં રેલમાર્ગે પહોંચવાનું સ્વપ્ન લાંબા સમયથી અધુરૂ રહ્યું છે.

...તો ભાવ.ના વર્કશોપમાં ડબા રીપેર થવા આવે
ભાવનગર રેલવેના ગઢેચી ખાતે અદ્યતન રેલવે વર્કશોપ આવેલો છે. પરંતુ બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઇન નહીં હોવાથી મેઇનટેનન્સ માટે લાવવામાં આવતા રેલ કોચની રેક અહીં સુધી આવી શકતી નથી. સડકમાર્ગે ટ્રકમાં એક એક ડબ્બો રિપેરિંગ માટે લાવવો પડે છે.

6 મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેન મળી
ગુજરાતમાં પ્રવાસનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે પ્રવાસીઓની સવલતાર્થે ડભોઇ-ચાંદોદ - કેવડીયા વચ્ચે 50 કિ.મી.નું ગેજ કન્વર્જન અને જરૂરીયાત હોય ત્યાં નવી લાઇન નાંખવા માટે તંત્રને માત્ર 6 માસનો સમય લાગ્યો હતો.

અમદાવાદ-રાજકોટની સમસ્યાનો ભાવનગરને લાભ
અમદાવાદ-રાજકોટ ખાતે ટ્રેન પાર્કિંગની સમસ્યા છે, ત્યાં જગ્યાની ખામી છે. ભાવનગર રેલવે પાસે મોકળાશવાળી જગ્યા છે. બોટાદ-અમદાવાદ વચ્ચેનું ગેજ કન્વર્જનનું કામ પૂર્ણ થઇ જાય તો અમદાવાદ-રાજકોટ સુધી આવતી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવી શકાય અને ભાવનગરને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો