તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના પર જીત:પ્રોસ્ટેટની ગાંઠનું ઓપરેશન કરાવ્યા બાદ 77 વર્ષે પણ કોરોનાથી જીત્યા

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રોસ્ટેટની ગાંઠનું ઓપરેશન કરાવ્યા બાદ 77 વર્ષે પણ કોરોનાથી જીત્યા

ભાવનગર માં કોરોના ની સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. ઘણા કોરોના નાં દર્દીઓ હોસ્પિટલ નાં બિછાને તો છે પરંતુ અંદાજે 2884 જેટલા દર્દીઓ હોમ કેરમાં સારવાર લઈ રહ્યા છે. આ તમામ દર્દીઓ હેલ્થકેર સિસ્ટમ પર ભરોસો રાખીને ઘરમાં જ સારવાર લઈને સાજા થઈ જાય છે. ભાવનગર માં ન્યુ રિંગરોડ પાસે રહેતા 77 વર્ષના પોપટભાઈ ચોહાણ પણ આ વિશ્વાસ થી જ સાજા થયા છે. ઉંમર અને રોગોને માત આપવાની સાથે તેઓએ કોરોના ને પણ હરાવ્યો છે. 77 વર્ષના પોપટભાઈ ની ઉંમર તો વધારે છે જ હતી સાથેસાથે તેઓને સુગર , હાયપરટેન્શન, જૂની બીમારીઓ અને પ્રોસ્ટેટ ની ગાંઠ નું ઓપરેશન પણ કરાવેલ હતું.

તા. 9 એપ્રિલ નાં રોજ તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઓકિસજન પણ 75 થી 80 ની આસપાસ જતું રહેતું હતું. છતાં પરિવારની અને દર્દીની ઈચ્છા અનુસાર ઘરે જ સારવાર આપવામાં આવી હતી. ડોકટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા સતત ધ્યાન રાખવામાં આવતું હતું. ઘરે રહીને સારવાર કરવા માટે ડોકટર દ્વારા ના પાડવામાં આવી હતી કારણકે દર્દીમાં ઓકિસજન ખૂબ ઓછું હતું. પરંતુ પરિવારજનો અને પોપટભાઈ ને પોતાને શ્રદ્ધા હતી કે તેઓ ઘરે રહીને જ સાજા થઈ શકશે.

પરિવાર ની વચ્ચે રહેવાથી અડધું દર્દ જતું રહે છે
પરિવાર ની વચ્ચે રહેવાથી અડધું દર્દ આપોઆપ જતું રહેતું હોય છે. હું પરિવાર થી અલગ રૂમ માં રહેતો હતો છતાં એકલતા ન્હોતી અનુભવાતી. કેટલીક વાર હોસ્પિટલ નાં બિછાને પાડીને એકલતા દરદીને વધારે માંદો કરી નાખતી હોય છે. અલગ એક રૂમ માં રહીને હું છાપાઓ વાંચવા અને ટી.વી. જોવા વગેરે પ્રવૃત્તિઓ કરતો હતો. કોઈ સાથે ફોન પર વાતચીત કરવાનું ટાળતો હતો. સગા વહાલા વગેરે સાથે મારો દીકરો જ વાતચીત કરી લેતો. ભગવાન ની દયાથી હવે તબિયત ખૂબ સારી છે. > પોપટભાઈ ચૌહાણ, કોરોના વોરીયર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો