ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ:નેશનલ ટેબલ ટેનિસ ટુર્ના.માં અલ્પેશે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરા ટેબલ ટેનિસમાં સુતરીયાને સતત બીજો મેડલ

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સુતરીયાએ ઈન્દોર ખાતે રમાઇ ગયેલી નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાંથી અલ્પેશભાઈ સુતરીયાએ બ્રોન્ઝ મેડલ જીતીને ચાલુ વર્ષમાં બીજું મેડલ પ્રાપ્ત કર્યું છે.

અલ્પેશભાઈ 80% દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ ફેબ્રુઆરી માસમાં આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિલ્વર જીત્યા પણ જીતી ચૂક્યા છે.ઈન્દોર ખાતે રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ ટૂર્નામેન્ટમાં ભારતમાંથી કુલ 213 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અલ્પેશભાઈ કેટેગરી એમ એસ-1 માં કુલ નવ પ્લેયર હતા તેઓની વચ્ચે લીગ મેચ રમાયેલી હતી.

આ લીગમાં દરેક પ્લેરો સામે રમવાનું હતું જેમાં અલ્પેશભાઈએ કુલ ચાર મેચ જીતેલ અને બે મેચ હારેલ તેથી પોઇન્ટ મુજબ તેમને બોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે. તેઓએ સંદીપ ડાંગી હરિયાણા, જેડી મદન કર્ણાટકા, મયંક શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ, વિકાસ ચોટફુલે મધ્યપ્રદેશ દરેક રાજ્યના ખેલાડીઓને હરાવ્યા હતા.

અગાઉ અલ્પેશભાઈ ઇજિપ્ત ખાતે રમાયેલ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં કેટેગરી-૧ રમાયેલ મેચોમાં ઈજિપ્ત, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, કજાકીસ્તાન જેવા દેશના ખેલાડીઓને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...