આયોજન:સ્ટાર્ટ-અપ સાથે હયાત ઉદ્યોગોને પણ સરકારનું પ્રોત્સાહન આવશ્યક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલાર એનર્જીને વધારે પ્રોત્સાહન આપવું જરૂરી
  • જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહુવા ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે સેમિનાર

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર , મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં સંયુક્ત ઉપક્રમે વેપારીઓ – ઉદ્યોગકારો અને નવઉદ્યોગ સાહસિકો માટે " વેપાર-ઉદ્યોગની ઉન્નતી, લોજીસ્ટીક અને એક્ષ્પોર્ટ" વિષય અંતર્ગત એક માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવેલ.

જેમાં પ્રાસંગિક પ્રવચન કરતા મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપ-પ્રમુખ પંકજભાઈ રૂપારેલે જણાવેલ કે ઇનોવેશન અને સ્ટાર્ટ-અપને સરકાર પ્રોત્સાહિત કરે છે તે આવકાર્ય બાબત છે પરંતુ સાથે સાથે હયાત ઉદ્યોગોને પણ ગતિ મળે તે દિશામાં પણ પ્રયત્નો કરવા જોઈએ.

મહુવા ખાતે ડીહાયડ્રેશન અને કોટન ઉદ્યોગ નો વિકાસ થયેલ છે પરંતુ રસિયા-યુક્રેન યુદ્ધની વિપરીત અસરો આ બન્ને ઉદ્યોગોને થયેલ છે. એનર્જીનાં ભાવ ખુબ જ વધતા જાય છે તે સંજોગોમાં સોલાર એનર્જીને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. મહુવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રમુખ બચુભાઈ પટેલે જણાવેલ કે મહુવાનાં વેપાર-ઉદ્યોગનાં વિકાસ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ સોનીએ જણાવેલ કે સરકારની નવી સોલાર પોલીસીમાં અનેક ગુંચવણો છે તેથી જૂની સોલાર પોલીસીને ફરીવાર અમલમાં મુકવી જોઈએ. ઇન્ડસ્ટ્રીઝ – ઇન્સ્ટીટયુટ લિન્કેજ પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ ઉદ્યોગોને મદદરૂપ થવા ઉત્સુક છે તેનો લાભ લેવો જોઈએ જેથી પડતર કિંમત ઘટે અને સ્પર્ધામાં ટકી શકાય.

આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – ભાવનગરનાં જનરલ મેનેજર પી.પી. તડવીએ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ હેઠળ વ્યાપાર-ઉદ્યોગ અને એક્ષ્પોર્ટરોને મળતા લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત લોજીસ્ટીક પાર્કનાં નિર્માણ અંગે જાણકારી આપી હતી. તમારા ગ્રાહકના પ્રોબ્લમ સોલ્વ કરવાનું શરુ કરો.

અન્ય સમાચારો પણ છે...