શ્રાવણ માસના તહેવારો ટાણે જ બદામના ભાવના કિલઓએ રૂા.360નો ઉછાળો આવ્યો છે. તેના કારણે લોકોના તહેવારોમાં ઓછો ઉપયોગ કરી મનમનાવી રહ્યા છે.શ્રાવણ માસની શરૂઆતમાં બદામના ભાવો રૂા.800 હતા જે આજે વધીને રૂા.960 સાઇઠ થઇ ગયા છે. એક માસ પહેલા રૂા.600ની સપાટીએ અને ડ્રાયફ્રુટમાં સોથી ઓછા ભાવ બદામના હતા જે માલ સોર્ટેઝ ઉભી થવા ભાવોમાં એક માસમાં રૂા.360નો વધારો થયો છે. બદામનો ઉપયોગ બદામનુ તેલ, મીઠાઇ અને દવામાં થયા છે.
ત્યારે આ વસ્તુઓ એકા-એક મોંધી થઇ જશે બાદમાં દેશ અને શહેરમાં માલ આવી જશે. ત્યારે લોકો આ વસ્તુઓના ભાવો ઘટાડશે નહિ. અમેરીકામાંથી આયાત કરવામાં આવે છે. અત્યારે નવી શીપમેન્ટ નહી આવતા અને માલ શોર્ટેજ ઉભી થતા એકા એક ઉછાળો આવતા બદામનુ દૂધ પણ મોંધી બની જશે. જેવુ શીપમેન્ટ આવશે એટલે ભાવોમાં રૂા.200 ઘટી જશે. બાકી અન્ય ડ્રાયફ્રુટના ભાવોમાં કાજુ રૂા.800 થી 900 પ્રતિ કિલો, અખરોટ આખા રૂા.500 પ્રતિ કિલો અને અખરોટ મીંચ રૂા.1080, પીસ્તા રૂા.1200ના ભાવો રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.