અધેવાડાના અચ્છે દિન:પાણી માટે 14.51 કરોડ ફાળવાતા 25 હજાર લોકોને સુવિધા મળશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ આ વિસ્તાર માટે બાડાને રકમ ફાળવાયેલી પરંતુ કંઈ કામ ના થયું
  • પ્રોજેક્ટ માટે ગ્રાન્ટની સરકારે આપી લીલીઝંડી, કુલ 45 કિમી લાઈન નખાશે, અધેવાડાના પાયામાંથી વિકાસ માટે ઈ.સ. 2045 સુધીનુ આયોજન ઘડવામાં આવ્યુ

ભાવનગર કોર્પોરેશનમાં સમાવેશ થયાના બે મહિનામાં જ અધેવાડા ગામ વિસ્તારને કોર્પોરેશને પાણી પૂરું પાડ્યું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા આજે અધેવાડાને પાણીની સુવિધા માટે રૂ.14.51 કરોડની ગ્રાન્ટ ફાળવતા અધેવાડા ગામના 25 હજાર લોકોને પાણીની સુદ્રઢ સુવિધા ઉપલબ્ધ થશે. ફાળવેલી ગ્રાન્ટમાંથી ESR, પમ્પિંગ સ્ટેશન ઉપરાંત 42 કિલોમીટર પાણીની લાઇન નાખવામાં આવશે.

અધેવાડા ગામ જ્યારે બાડામાં હતું તે સમયે પાણીની સુવિધા માટે રાજ્ય સરકારે અમુક રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી પરંતુ બાડા દ્વારા કોઈ કામ કરવામાં આવ્યુ ન હતુ. ત્યારબાદ બે વર્ષ પૂર્વે અધેવાડા ગામ વિસ્તારનો ભાવનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયો હતો. તત્કાલીન સમયથી ભાવનગર કોર્પોરેશન વોટર વિભાગ જીયુડીએમ માં પાણીની સુવિધા માટે રકમ ફાળવવા માગણી સતત ચાલુ હતી. જે સંદર્ભે ડી પી આર પણ બનાવવામાં આવ્યો હતો.

સ્થાનિક પદાધિકારીઓ અને તંત્ર દ્વારા સરકારમાં સતત ફોલોઅપ લીધા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકાની રૂ.14.51 કરોડની દરખાસ્ત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશને રજૂ કરી હતી તેને અનુમતિ આપી છે. ગ્રાન્ટમાંથી અધેવાડાના વધતા જતા વિસ્તાર અને વિકાસને ધ્યાનમાં રાખી આગામી વર્ષ 2045 સુધીનું પ્લાનિંગ કરાયું છે. જેને કારણે હાલમાં અધેવાડા 4500 કનેક્શન ધારકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.

ભાવનગર કોર્પોરેશનમાં ભળ્યા બાદ આખરે હવે અધેવાડાના સર્વાંગી વિકાસ માટે સરકારે સઘન આયોજન ઘડ્યુ છે તેના ભાગરૂપે પાણીની સુવિધા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને રજૂ કરેલી રૂપિયા 14.51 કરોડની દરખાસ્તને સ્વીકારી મંજુરી આપી દીધી છે. આથી અધેવાડાના 25000 લોકોને પાણી પ્રશ્ને સુવિધા વધશે.

આ 14.51 કરોડની ગ્રાન્ટમાંથી પમ્પીંગ સ્ટેશન તેમજ 42 કિલોમીટરની પાઈપલાઈન નાખવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકામાં ભળેલા અધેવાડામાં વિકાસના અન્ય કાર્યો પણ કરવામાં આવશે. અગાઉ જ્યારે ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી એટલે કે બાડાના વિસ્તારમાં અધેવાડા હતુ ત્યારે પાણી અંગે માત્ર વાતો થયેલી પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી હવે આ ગ્રાન્ટ અપાતા પાણી પ્રશ્ન હલ થશે.

ગ્રાન્ટમાંથી શું મળશે સુવિધા ?

  • 15 લાખ લીટરની ઈએસઆર
  • 20 લાખ લીટરનો સમ્પ
  • ​​​​​​​​​​​​​​પંપીંગ મશીનરી, એક્સપ્રેસ લાઈન
  • ​​​​​​​ચાર ટી.પી સ્કીમનો સમાવેશ કરતા વિસ્તારમાં 100 એમ.એમ. લઈ 400 એમ.એમ. ડાયામીટરની 45 કિલોમીટરની લાઈન
અન્ય સમાચારો પણ છે...