તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:સરકારી ગ્રાન્ટમાંથી રૂ.25 લાખનું કૌભાંડ કર્યાનો આક્ષેપ, પાલિતાણામાં BRC, CRC તથા આચાર્યો દ્વારા ગ્રાન્ટમાંથી ઉચાપત કરી

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલિતાણા તાલુકામાં બી.આર.સી અને સી.આર.સી તથા આચાર્યો દ્વારા મેળાપીણુ કરી સરકારી ગ્રાન્ટમાંથી રૂ.25 લાખનુ કાૈંભાડ કર્યાનો ધીરૂભાઇ શંભુભાઇ ચૌહાણ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતને લેખીતમાં અરજી કરી છે. ધીરૂભાઇએ કરેલ અરજીમાં જણાવ્યા મુજબ હાર્દિક વિનોદભાઇ ગોહેલ (બી.આર.સી), યુનુસખાન સલીમખાન બલોચ (આચાર્ય અમરાજી જાળીયા કે.વ.શાળા), પ્રતાપસિંહ જગાભાઇ પરમાર (સી.આર.સી કુંભણ કે.વ.શાળા), વજેશંગ ધીરૂભાઇ શીણોલ (આચાર્ય દુધાળા પ્રા.શાળા), વિજયસિંહ ભુપતભાઇ મોરી (પૂર્વ સી.આર.સી પાલિતાણા ડુંગરપર કલસ્ટર), ધર્મેન્દ્રસિંહ ધીરૂભાઇ પરમાર (પૂર્વ સી.આર.સી પાલિતાણા અ.જાળીયા કલસ્ટર), પીયુષકુમાર ચંદુલાલ ગોહેલ

(પૂર્વ આચાર્ય રંડોળા પ્રા.શાળા), શંભુ શામજીભાઇ પરમાર (પૂર્વ આચાર્ય ઠાડચ પ્રા.શાળા), અનિરૂદ્ધ રૂપશંગભાઇ પરમાર (સી.આર.સી કે.જી.બી.વી. શે.ડેમ), નરેન્દ્ર ધીરૂભાઇ પરમાર (સી.આર.સી ગરાજીયા કલસ્ટર) તથા વિશ્વદીપ હેમતસિંહ ડોડીયા (નિવૃત શિક્ષક)દ્વારા એકસંપ કરી બીન કાયદેસર જુથ મંડળી રચી અલગ અલગ શાળાઓ સંસ્થાઓમાં એસ.એસ.એ સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટના ચેક જમા કરાવી શાળાના બેંક ખાતામાંથી રૂ.25 લાખ ઉપાડી અંગત ખર્ચ માટે વાપરી ઉચાપત કરી સરકાર, વિદ્યાર્થી વાલીઓ સાથે છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરેલ હોય તમામ સામે એફ.આઇ.આર નોંધી કડક કાર્યવાહી કરવા અરજી કરાઇ છે.

કઇ રીતે કરાયુ સમગ્ર કૌંભાડ
તમામ હોસ્ટેલ એસ.ટી.પી વર્ગોના તમામ વાઉચર અને બીલ પાલિતાણા બી.આર.સી.કો હોર્દિક વી.ગોહેલ દ્વારા તેમના સ્ટાફના કર્મચારી બી.આર.પીઓ તેમજ વિશ્વદિપસિંહ ડોડીયાના સ્વહસ્તાક્ષરે ખોટા બીલો અને વાઉચરો બનાવેલ અને તમામ વ્યક્તિઓએ મળેલ ગ્રાન્ટના રૂપીયા અંગત ખર્ચમાં વાપરી ગયાનુ અરજીમાં જણાવેલ.

તપાસ કરી કાર્યવાહી કરાશે
કિશોરભાઈ મિયાણી, ડી.પી.ઇ.ઓ ભાવનગર- હા આ કૌંભાડ અંગે આજે અરજી મળેલ છે આ અંગે નાયબ ડીપીઈઓને તપાસ આપવામાં આવેલ છે. અરજીમાં જણાવેલ તમામ મુદ્દાઓને તથા શકમંદોના નિવેદનને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

કઇ શાળામાં કેટલી રકમની છેતરપીંડીનો આક્ષેપ
દરેક શાળાના આચાર્યો, સી.આર.સીઓ દ્વારા સરકારી યોજનાના રૂપિયા ઉપાડી લઇ ખોટા વાઉચરો બીલો જાતે બનાવી વાર્ષિક ઓડીટ કરાવી નાખ્યાનો આક્ષેપ
1. અમરાજી જાળીયા કે.વ.શાળાના હાર્દીક ગોહેલ, યુનુસખાન બલોચ તથા ધર્મેન્દ્રસિંહ પરમારે જુન-18 થી માર્ચ-2020 સુધીમાં રૂ.8,56,391ની ઉચાપત કરેલ.
2. દુધાળા પ્રા.શાળાના હાર્દિક ગોહેલ તથા વજુભાઇ શીણોલે જુન-18 થી માર્ચ-2020 સુધીમાં રૂ.6,34,642ની ઉચાપત કરેલ.
3. કુંભણ કે.વ.શાળાના પ્રતાપસિંહ પરમાર દ્વારા એપ્રિલ-18 થી માર્ચ-2020 સુધીમાં રૂ.2,35,388ની ઉચાપત કરેલ.
4. આદપુર પ્રા.શાળાના બી.આર.સીએ એપ્રિલ-18થી માર્ચ-2020 સધુીમાં રૂ.3,70,165ની ઉચાપત કરેલ.
5. કે.જી.બી બી શેત્રુજય ડેમ કલસ્ટર રૂ.2,50,000 તથા ભંડારીયા કલસ્ટરના સી.આર.સી અનિરૂદ્ધ પરમારે રૂ.75,000ની ઉચાપત કરેલ.
6. નરેન્દ્ર પરમાર દ્વારા ભંડારીયા કલસ્ટર, ડુંગરપુર કલસ્ટર તથા ગરાજીયા કલસ્ટર દ્વારા રૂ.75,000ની ઉચાપત કરેલ.
7. વિજય મોરી દ્વારા એપ્રિલ-14 થી માર્ચ-17માં ડુંગરપર કલસ્ટરમાંથી રૂ.75,000ની ઉચાપત કરેલ.
8. રંડોળા પ્રા.શાળાના પૂર્વ આચાર્ય પીયુષકુમાર ગોહેલે 2001 થી 2012સુધી રૂ.1,25,000ની ઉચાપત કરેલ.
9. ઠાડચ પ્રા.શાળાના પૂર્વ આચાર્ય શંભુ પરમારે 2014થી 2016સુધીમાં રૂ.25000ની ઉચાપત કરેલ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો