આક્ષેપ:નવાબ મલીકના આક્ષેપો પાયા વિહોણા : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદલાની ભાવનાથી આ પ્રકારના આક્ષેપો
  • મંત્રી કિરીટસિંહ રાણા સામેના આક્ષેપ સાબિત કરે, અન્યથા નવાબ મલિક પ્રધાનપદેથી રાજીનામું આપી જાહેર જીવન છોડે

ગુજરાત સરકારના પૂર્વ સિનિયર મંત્રી અને ક્ષત્રિય સમાજના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં NCP કવોટાના મંત્રી નવાબ મલીક દ્વારા ક્રુઝ ડ્રગ્સ કેસ બાબતે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા સામે કરેલ આક્ષેપો વાહિયાત અને તદ્દન પાયા વિહોણા છે.

ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે કિરીટસિંહ રાણા અને તેમના પિતા જીતુભા રાણાના 40 વર્ષના જાહેર જીવનનો હું સાક્ષી છુ. સ્વ. જીતુભા રાણાએ પણ મારી સાથે ધારાસભ્ય તરીકે કામ કર્યું હતું અને કિરીટસિંહ રાણાએ પણ મારી સાથે ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે કામ કરેલું છે.

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં રાણા પરિવારનું હંમેશા જિલ્લાના વિકાસ માટે દરેક પ્રકારના વર્ગ, સમાજ અને સંસ્થાઓ માટે નોંધપાત્ર યોગદાન રહ્યું છે. કિરીટસિંહ રાણા સામેના આક્ષેપો પાયાવિહોણા છે. નવાબ મલીકના સગાઓ જયારે ડ્રગ્સ કેસના આરોપીઓ તરીકે પકડાયેલ તે સમયના અધિકારીઓને હેરાન કરવા માટે બદલાની ભાવનાથી આ પ્રકારના આક્ષેપો જાહેર જીવનના ઉચ્ચ પદાધિકારીઓ અને બ્યુરોકસીના નિષ્ઠાવાન અધિકારીઓ સામે કરે છે. કિરીટસિંહ રાણા સામે કરેલા આક્ષેપો ને હું સખ્ત શબ્દોમાં વખોડું છે.

અન્ય સમાચારો પણ છે...