આક્ષેપ:બીપીટીઆઇમાં ઓફલાઇન વર્ગો ચલાવાતા ન હોવાનો આક્ષેપ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થામાં તમામ ફેકલ્ટીના ઓનલાઇન અને ઓફલાઇન બન્ને વર્ગો રેગ્યુલર ચાલે છે : પ્રિ.પટેલ

ભાવનગરની સર ભાવસિંહજી પોલીટેકનિક કોલેજ (બીપીટીઆઇ)માં હજી સુધી ઓફલાઇન શિક્ષણ શરૂ ન કરાયાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે અને આ મામલે છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાનું જણાવતા સામા પક્ષે બીપીટીઆઇના ઇન્ચાર્જ પ્રિ.બી.આર.પટેલે જણાવ્યું હતુ કે અમારી સંસ્થામાં તમામ વિષયના વર્ગો ઓનલાઇન અને ઓફલાઇન નિયમિત ચાલે છે અને સરકારની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવા પણ આવે છે. ભાવનગર પોલિટેક્નિકમાં ઓફ લાઇન ક્લાસ ચાલુ કરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરીને વધુમાં ઉમેર્યુ છે કે ટૂંક સમયમાં ભાવનગર આવતા શિક્ષણમંત્રીને મળી રજુઆત કરવામાં આવશે. ગુજરાતમાં હવે બાલમંદિરથી લઇને કોલેજ સુધીનું શિક્ષણ કાર્ય હવે ઓફલાઇન ચાલુ થઈ ગયુ છે ત્યારે કોઈ અકલ કારણોસર ભાવનગર પોલિટેક્નિકમાં એક ફેકલ્ટી સિવાયની બાકી બધી ફેકલ્ટી હજુ ઓનલાઈન ચાલુ થઈ છે. જયારે વિદ્યાર્થીઓ હવે ઓનલાઈનમાં બધું સમજાતું ન હોવાનું કહે છે અને આ કારણોસર તેઓએ ફરજિયાત ટ્યૂશન રાખવું પડે છે.અને વાલી ઓને વધુ આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે યોગ્ય નિર્ણય કરવા કોલેજ અને શિક્ષણ મંત્રીને રજુઆત કરાશે. દરમિયાનમાં બીપીટીઆઇના ઇન્ચાર્જ પ્રિ.બી.આર.પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતુ કે હમારી કોલેજમાં સરકારની માર્ગદર્શિકા મુજબ વાલીના સંમતિપત્રક સાથે તમામ વીષયના ઓનલાઇન અને ઓફલાઇન વર્ગોમાં શિક્ષણ નિયમિત ચાલે છે. મિકેનિકલ, સિવિલ, ઇલે. વિગેરેમાં હાજરી પણ હોય છે. વળી હાલ તો ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા પણ ચાલે છે. જો કે હાલ ચૂંટણીને લીધે થોડા સમય રજા છે. બાકી નિયમિત વર્ગ શિક્ષણ કોલેજમાં શરૂ છે. આ પ્રકારના શિક્ષણને હાઇબ્રિડ શિક્ષણ કહે છે. જેને ઘરે રહી ભણવું હોય તો અમે બળજબરી કરી બોલાવતા નથી કારણ કે ઓનલાઇન શિક્ષણ પણ ચાલે જ છે. એક ડિવિઝન ઓનલાઇન માટે હોય તો બીજું ડિવિઝન ઓફલાઇન માટે હોય છે.

અન્ય સમાચારો પણ છે...