ડેમ ઓવરફ્લો:શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા એક ફૂટ ખોલાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમમાં આજે બપોર બાદ ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી પાણીની આવક વધતા સાંજના સમયે ડેમના દરવાજા વધારવાની ફરજ પડી હતી અને રાત્રે 9.30 કલાકે ડેમના 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. આ સિઝનમાં બીજીવાર ઓવરફ્લો થયેલા ડેમ છેલ્લા ચાર દિવસથી છલકાયો છે.

શેત્રુંજી ડેમમાં ચાર દિવસ પહેલા ઉપરવાસના જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી પાણીની જોરદાર આવકને લીધે આ સિઝનમાં ડેમ બીજીવાર ઓવરફલો થયો હતો અને આજે બપોર સુધી આ ડેમના 15 દરવાજા એક ફૂટ ખુલ્લા હતા. આજે બપોર બાદ શેત્રુંજી ડેમમાં પાણીની આવક 1530 ક્યુસેક હતી તે રાત્રે 5510 ક્યૂસેક થતા આ ડેમના તમામ 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમમાંથી પાણીની જાવકમાં 200 ક્યુસેક પાણી કેનાલમાં અને બાકીનું 5310 કયૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. 13મી સપ્ટેમ્બરે ઓવરફલો થયો હતો અને હજી સુધી ઓવરફ્લો શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...