તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:તમામ લોકલ ટ્રેન તત્કાલ જુના ભાડાથી શરૂ કરો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ-અમદાવાદ બ્રોડગેજ રૂપાંતરણનું કામ પણ તત્કાલ પૂરૂ કરવું અત્યંત જરૂરી

ભાવનગર ડીવીઝનની તમામ લોકલ ટ્રેન જુના ભાડા થી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. કોરોના નામે ભાવનગર ડીવીઝન ની તમામ લોકલ ટ્રેન છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવી છે. એક તરફ રેલવે બોર્ડના ચેરમેને એવી જાહેરાત કરી હતી કે, 75 નવી ટ્રેન શરૂ કરીએ છીએ અને બીજી 300 ટ્રેન શરૂ કરીએ છીએ.

હવે શરૂ કરેલ તમામ ટ્રેનમાંથી એક પણ બંધ કરવામાં નહીં આવે એવું નિવેદન આપ્યું હતું છતાં અત્યારે વધારે માણસો થાય નહીં તે માટે સ્પેશિયલ ટ્રેનના નામે ભાડા વધારીને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે.રેલવે તંત્ર પ્રજા વિરોધી માનસ હોવાનું જણાવીને શિવસેનાના નેતા મયુરકુમાર શાહે જણાવ્યું છે કે, બોટાદ, સુરેન્દ્રનગર, ઓખા,મહુવા સહિતની લોકલ ટ્રેન જુના ભાડાથી શરૂ કરવી જરૂરી છે.બોટાદ-અમદાવાદ બ્રોડગેજ કામ પણ તત્કાલ પૂરું કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...