વિમાની સેવા બચાવો અભિયાન:ભાવનગર એરપોર્ટને તાળા મારી દેવા ઘડાતો તખ્તો છતાં બધા આગેવાનો ચૂપ !! : મુંબઈને જોડતી વિમાની સેવા બંધ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પુરતો ટ્રાફિક છતાં એલાયન્સ એર બાદ સ્પાઇસ જેટ ભાવનગર-મુંબઇ રૂટ તા.27 માર્ચથી બંધ કરશે : ફ્લાઇટ બંધ કરવામાં કોણ ભાગ ભજવે છે?

ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતના ખુણામાં રહેલા ભાવનગરને સુવિધાઓમાં પણ ખૂણામાં ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ ભાવનગર એરપોર્ટને બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોય તેમ એલાયન્સ એરની ભાવનગર-મુંબઇ ફ્લાઇટ બંધ થયા બાદ હવે સ્પાઇસ જેટની સેવાઓનો પણ સંકેલો થવાનો છે.

એલાયન્સ એર (એર ઇન્ડીયા)ની ભાવનગર-મુંબઇની ફ્લાઇટ તા.7મી માર્ચથી બંધ થઇ રહી છે, અને હજુ તેનો ભાવનગર શહેરમાં ગણગણાટ ચાલી રહ્યો છે તેના વચ્ચે સપ્તાહમાં ત્રણ દિવસ ભાવનગરથી મુંબઇ વચ્ચે ચાલી રહેલી સ્પાઇસ જેટની હવાઇ સેવા પણ તા.27મી માર્ચથી બંધ થવાની દિશામાં નક્કર કાર્યવાહીનો આરંભ થઇ ચૂક્યો છે.

ભાવનગર, પિપાવાવના ઐદ્યોગિક એકમો, પાલિતાણા-સાળંગપુર-તલગાજરડા સહિતના ધાર્મિક સ્થળોએ આવવા-જવા માટે પૈસાપાત્ર નાગરિકો ભાવનગર-મુંબઇ વચ્ચેની હવાઇ સેવાનો ઉપયોગ સારી રીતે કરી રહ્યા હતા. આ હવાઇ સેવાને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો હતો અને સરેરાશ 70% ટ્રાફિક પણ મળી રહ્યો છે. છતાં ભાવનગરની હવાઇ સેવા છીનવી લેવામાં કોને રસ છે, કોણ ભાગ ભજવી રહ્યું છે તેના અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે.

ભાવનગરનો સ્લોટ કેશોદને ફાળવાયો
મુંબઇમાં હવાઇ ટ્રાફિકની વ્યસ્તતા વચ્ચે ભાવનગરને અનુકુળ સમયની હવાઇ સેવા સારી રીતે ચાલી રહી હતી. કેશોદ એરપોર્ટ શરૂ થઇ રહ્યું છે અને કેશોદ-મુંબઇની ફ્લાઇટ માટે મુંબઇમાં ભાવનગરનો સ્લોટ ફાળવી દેવામાં આવ્યો છે.

કોઇપણ સંજોગોમાં ફ્લાઇટ બંધ નહીં થાય
ભાવનગર-મુંબઇની ફ્લાઇટ શરૂ રહે તેના માટે સંબંધિત મંત્રાલયમાં હું સતત ફોન, પત્ર, ઇ-મેલથી સંપર્કમાં છું. નાગરિક-ઉડ્ડયન મંત્રી યુક્રેન સંકટ માટે વિદેશ છે, સેક્રેટરીએટમાં વાત ચાલુ છે. તેઓના તરફથી સર્વે કરાવીને ફ્લાઇટ બંધ નહીં થાય તેના માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે- ડો.ભારતીબેન શિયાળ, લોકસભા સાંસદ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...