સિટી સ્પોર્ટ્સ:એથ્લેટિક્સમાં ઓલ ઇન્ડીયા યુનિ. સ્પર્ધામાં ક્વોલીફાઇ થયા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એમ.કે.ભાવનગર યુનિવર્સિટીની ટીમે મેળવેલી સફળતા
  • રીલે ઇવેન્ટમાં MKBUની ખેલાડીઓ નેશનલમાં રમશે

સાઉથ વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સ સ્પર્ધા 2022-23 તમિલનાડુ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્‍સ યુનિવર્સિટી, તમિલનાડુ ખાતે રમાઇ રહી છે, જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા જુદી-જુદી ઈવેન્ટમાં ભાગ લેવા કુલ 13 ખેલાડીઓની(4 ભાઈઓ અને 9 બહેનો) ટીમ મોકલવામાં આવી છે.

જેમાં 4x400 મી. રીલે ઈવેન્ટ બહેનોની ટીમ જેમાં નંદકુંવરબા મહિલા કૉલેજની માયા જાંબુચા, ચૌહાણ વિલાસ, કૃપાલી પરમાર તેમજ મહારાણી શ્રીનંદકુંવરબા મહિલા કૉલેજની ઘોરી રોમીએ સાઉથ વેસ્ટઝોન સ્પર્ધામાં 12માં ક્રમે રહી ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી માટે ક્વોલિફાઇડ થઇ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. શારીરિક શિક્ષણ નિયામક ડૉ. દિલીપસિંહ ગોહિલ દ્વારા ખેલાડીઓને સિધ્ધિને બિરદાવવામાં આવી હતી.

સાઉથ વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સ સ્પર્ધા 2022-23ની બહેનોની ટીમમાં કોચ કમલેશભાઇ ડોડીયા તથા ભાઈઓની ટીમમાં કોચ ભરતભાઇ મકવાણા તથા મેનેજર પારૂલબેન મકવાણા ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...