તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આલ્કોક એશડાઉન નાદારી માટે NCLTમાં : જાન્યુ.માં થશે સુનાવણી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આલ્કોક એશડાઉન નાદારી માટે NCLTમાં : જાન્યુ.માં થશે સુનાવણી
 • 2018માં સરકારે કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધો હતો

શિપબ્રેકિંગ માટે સમગ્ર દેશમાં ખ્યાતનામ ભાવનગર એક સમયે શિપબિલ્ડિંગ માટે પણ જાણીતું હતુ, પરંતુ સમયાંતરે કંપનીની આર્થિક જર્જરીતાને કારણે બંધ કરવાનો અને હવે નાદારી માટે એનસીએલટીમાં અરજી કરવામાં આવી છે. વધુ સુનાવણી જાન્યુઆરી-2021માં મુકરર કરવામાં આવી છે. ભાવનગરના જૂના બંદરે આવેલી આલ્કોક એશડાઉન લિ.,માં 550 કરોડના પેન્ડિંગ ઓર્ડર હોવા છતા બે સરકારની બેદરકારીને કારણે કંપનીને પુનર્જીવિત કરવાને બદલે નાદારીમાં લઇ જવામાં આવી રહી છે.

આલ્કોક પાસે ઇન્ડીયન નેવીના 550 કરોડના પેન્ડિંગ ઓર્ડર છે, તેથી નિયમો મુજબ જો ઓર્ડર રાજ્ય સરકાર હસ્તકના આલ્કોક દ્વારા રદ્દ કરવામાં આવે તો આ નાણા રાજ્ય સરકારે નેવીને આપવા પડે. અને જો નેવી દ્વારા ઓર્ડર રદ્દ કરવો પડે તો કેન્દ્ર સરકારના નાણામાં જોખમ ઉભુ થાય તેમ હતુ. તેથી બંને સરકારો પોતાનો પક્ષ ચોખ્ખો રાખવા માટે કંપનીને નાદારી તરફ લઇ જઇ અને વચ્ચેનો રસ્તો કાઢ્યો જેનાથી બેમાંથી એકપણ સરકાર પર આર્થિક ભારણ આવે નહીં. છેલ્લે આ કંપની પાસે ભારતીય નેવીના 550 કરોડ રૂપિયાના 5 જહાજો બનાવવાનો ઓર્ડર પણ પેન્ડિંગ છે અને જુદા જુદા તબક્કામાં જહાજ પણ બનેલા રેઢા પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આલ્કોક એશડાઉનની નાદારી માટે એનસીએલટીમાં અરજી કરવામાં આવી છે અને જાન્યુઆરીમાં તેની સુનાવણી કરવામાં આવનાર છે. આલ્કોક એશડાઉનમાં સપ્લાયરોના બિલો, ઓર્ડરો, કર્મચારીઓના હિસ્સા હોવાથી વાંધા અરજી એનસીએલટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. ભાવનગરની જાજરમાન ગણાતી શિપબિલ્ડિંગ કંપની કરૂણાંત તરફ અંતિમ ડગલું આગળ ધપાવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા આ કંપનીને બચાવવા માટે કોઇ પ્રમાણિક પ્રયાસ કરવામાં આવ્યા નહીં હોવાની બાબતો પણ જગજાહેર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો