તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Alcohol And Beer Seized From A Residential House In Khandera Village Of Talaja, One Arrested

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ:તળાજાના ખંઢેરા ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો, એક શખ્સની ધરપકડ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 52,800 રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો

ભાવનગર એલસીબી ની ટીમ ગ્રામ્ય વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતી તે દરમિયાન તળાજાના ખંઢેરા ગામ ના રહેણાંકી મકાન માંથી ઈંગ્લીશ તથા બિયરના જથ્થો સાથે એક ઇસમ ઝડપાયો હતો.

એલસીબી ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને બાતમીરાહે હકિકત મળેલ કે,વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ તથા યુવરાજસિંહ મહિપતસિંહ રાઠોડ રહે.બંન્ને ખંઢેરા ગામ તા. તળાજા જી.ભાવનગર વાળા તેનાં કબ્જા ભોગવટા ના રહેણાંક મકાને ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બીયરના ટીન રાખી વેચાણ કરે છે.

તેવી બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમીવાળી જગ્યાએથી યુવરાજસિંહ મહિપતસિંહ રાઠોડ હાજર મળી આવેલ. તેને સાથે રાખી મકાનની તપાસ દરમ્યાન ભારતીય બનાવટનાં ઇંગ્લીશ રોમાનોવ વોડકા દારૂની બોટલ 375 એમ.એલ.ની નંગ-48 કિ.રૂ.7200 તથા બડવાઇઝર બીયર ટીન નંગ-528 કિ.રૂ. 52,800 ગણી કુલ કિ.રૂ.60,000 નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા, હાલ કોરોના મહામારીને ધ્યાને લઇ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી હોય.જેથી તેને હસ્તગત કરી તેનાં વિરૂધ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો