સાંપ્રત સમસ્ય:ડચકા ખાતો અલંગનો શિપ મશીનરી ઉદ્યોગ અનેક મોરચે લડે છે લડાઈ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પડોશી દેશોની હરીફાઈ, કન્ટેનરની તંગી કારણભૂત
  • પ્રતિ વર્ષ 1000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ રળી આપે છે આ ઉદ્યોગ

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજમાંથી નીકળતી વપરાયેલી શિપની મશીનરી નિકાસ કરવાનો ઉદ્યોગ મોટા પાયે વિકાસ પામ્યો હતો, પરંતુ પડોશી દેશોની હરીફાઈ, કન્ટેનરની તંગી સહિતના અનેક પરિબળોને કારણે હાલ આ ઉદ્યોગ ડચકા ખાઈ રહ્યો છે.

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માં ભણવા માટે આવતા જહાજો માંથી શીપની મશીનરી નીકળે છે. આ મશીનરીને થોડી મરામત કરી ને ચાલુ હાલતમાં શિપના માલિકોને નિકાસ કરવાનો ઉદ્યોગ સારી રીતે ચાલી રહ્યો હતો અને પ્રતિવર્ષ 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર આ ઉદ્યોગ ધરાવતો હતો.

પરંતુ છેલ્લા એકાદ વર્ષથી અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજો મોંઘી કિંમત ના હોય છે તેની સરખામણીએ પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ માં જહાજ સસ્તા મળતા હોવાથી મશીનરીનો ભાવ પણ સસ્તો હોય છે તેથી ત્યાંના નિકાસકારોને ઇન્ટરનેશનલ ટ્રેડરો દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જહાજની મશીનરીના ટ્રેડરો મુખ્યત્વે સિંગાપુર અને દુબઈમાં આવેલા છે તેઓની પાસે જુના પાર્ટ્સની કિંમતમાં નવા ઉપલબ્ધ બની રહ્યા છે. તેથી જહાજના માલિકો જૂનાને બદલે નવા પાર્ટ્સ પોતાના જહાજમાં લગાડવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કન્ટેનરની ભારે અછત પ્રવર્તી રહી છે તેના કારણે કન્ટેનરના ભાડામાં કલ્પના બહારનો વધારો થયો છે. ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશના શિપ મશીનરી નિકાસકારોને માલ વિદેશમાં મોકલવા સુધીના સરકારી અધિકારીઓને નૈવેદ્ય ધરાવવા પડે છે, તે ખર્ચાના ભારતમાં ત્રણ ગણાં થાય છે. આમ સરવાળે પડોશી દેશોની સરખામણીએ ભારતમાંથી નિકાસ કરવામાં આવતી વપરાયેલી શિપની મશીનરી જહાજના માલિકોને મોંઘી પડે છે.

હા, ઉદ્યોગને ધક્કો લાગ્યો છે
આંતરરાષ્ટ્રીય પરિબળો, પડોશી દેશોની હરિફાઇ સહિતના અનેક કારણોસર આ ઉદ્યોગને ધક્કો લાગ્યો છે. મધદરિયે જહાજમાં ખોટકો સર્જાયો હોય અને પાર્ટ્સની જરૂર પડે તેવા કિસ્સામાં અલંગમાંથી નીકળેલી મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. - રમેશભાઈ દોશી, પ્રમુખ, અલંગ શિપ મશીનરી એસોસિએશન.

અન્ય સમાચારો પણ છે...