તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્વલ અલંગ:સમગ્ર વિશ્વમાં હોંગકોંગ કન્વેન્શનના અમલીકરણમાં ભાવનગરનું અલંગ અગ્રીમસ્થાને; શિપબ્રેકરોએ સ્વખર્ચે પ્લોટ HKC અપગ્રેડેશન કરાવ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતની સંસદમાં હોંગકોંગ કન્વેન્શન 2019માં પાસ કરાયુ હતુ

છેલ્લા 39 વર્ષથી અલંગનો શિપબ્રેકિંગ વ્યવસાય ચાલી રહ્યો છે, આ દરમિયાન આ ઉદ્યોગે અનેક તડકા-છાંયડાનો સામનો કરેલો છે. સમયાનુસાર શિપબ્રેકિંગ વ્યવસાયને પણ આધૂનિકિકરણના વાઘા પહેરાવવાની માંગ થઇ રહી હતી. વર્ષ 2019માં ભારતીય સંસદે હોંગકોંગ કન્વેન્શન સ્વીકારી અને તેના અમલીકરણની શરૂઆત કરી હતી. હાલ સમગ્ર વિશ્વમાં હોંગકોંગ કન્વેન્શન મુજબના સૌથી વધુ પ્લોટ ભારતના અલંગમાં છે.

અલંગના શિપબ્રેકિંગ વ્યવસાયમાં ઉદ્યોગકારોએ પણ સમયે-સમયે સુધારા સ્વીકાર્યા છે. વર્ષ 1997થી 2000 દરમિયાન અલંગમાં સૌથી વધુ અકસ્માતોથી મોત થવા લાગ્યા હતા, તેનાથી સમગ્ર અલંગ આખા વિશ્વમાં બદનામ થઇ ગયું હતુ. ત્યારબાદ સતત સુધારા સ્વીકારવામાં આવ્યા છે. હોંગકોંગ કન્વેન્શન મુજબની શિપબ્રેકિંગ પ્રવૃત્તિ અંગેનો કાયદો ભારતમાં 2019માં સ્વીકારવામાં આવ્યો છે, પરંતુ તેના અગાઉ પણ અનેક પ્લોટ હોંગકોંગ કન્વેન્શનથી પણ આકરા યુરોપીયન યુનિયનની સમકક્ષના માપદંડ અપનાવી ચૂક્યા હતા અને સફળતાપૂર્વક કામપણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતના અલંગમાં 92 પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબના થઇ ચૂક્યા છે.

જ્યારે તૂર્કિમાં 14, ચીનમાં 2, બાંગ્લાદેશમાં 1 પ્લોટએ અમલીકરણ કર્યુ છે. પાકિસ્તાનમાં એકપણ પ્લોટ એચકેસી મુજબના નથી. આ અંગે વાતચીત કરતા શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ રમેશભાઇ મેંદપરાએ જણાવ્યુ હતુકે, અલંગમાં શિપબ્રેકરો સ્વખર્ચે પ્લોટ અપગ્રેડેશન કરાવી રહ્યા છે, અને સમગ્ર વિશ્વમાં આ સંખ્યા સૌથી વધુ છે. ખૂબ જ જડપથી બાકીના પ્લોટોનું પણ એચકેસી અને અન્ય ક્લાસિફિકેશન સોસાયટી મુજબની આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અપનાવવામાં આવી રહી છે. અલંગના પ્લોટ ફક્ત હોંગકોંગ કન્વેન્શન જ નહીં, યુરોપીયન યુનિયનના માપદંડ મુજબના પણ જોવા મળી રહ્યા છે, અને તે પ્રમાણે જહાજ કટિંગ કામગીરી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...