કાર્યવાહી:અલંગના વધુ 2 શિપ ખોટા IMO સાથે સીઝ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એક જ સપ્તાહમાં 3 જહાજો ખોટા નંબર સાથે આવતા આંતરરાષ્ટ્રીય ષડયંત્રની શંકા
  • કોરલ અને સી-ગોલ્ડન શિપ પર જામનગર કસ્ટમ્સ પ્રીવેન્ટિવ ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા વધુ બે જહાજોના દસ્તાવેજો, આઇએમઓ નંબર સાથે ચેડાં કરીને લાવવામાં આવ્યા હોવાનું તંત્રના ધ્યાને આવતા બંને જહાજને જપ્ત કરવામાં આવ્યા છે. એક જ સપ્તાહમાં 3 જહાજને તપાસનીશ એજન્સીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યા હોવાની ઘટનાથી અલંગમાં કોઇ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની શંકા સાથે જુદી જુદી એજન્સીઓ જીણવટભરી ચકાસણી કરી રહી છે.

આગમન પૂર્વે જ શંકાના વમળમાં ફસાયેલા બે વિવાદાસ્પદ જહાજો પર કાર્યવાહી કરાઇ છે. અલંગના પ્લોટ નં.87-એ (ગોહિલવાડ શિપબ્રેકર્સ) દ્વારા ખરીદવામાં આવેલા જહાજ કોરલ અને પ્લોટ નં.28 (ક્રાઉન સ્ટીલ કં) દ્વારા ખરીદવામાં આવેલા જહાજ સી-ગોલ્ડનના દસ્તાવેજો સાથે ચેડા કરવામાં આવ્યા છે, અને તેના આઇએમઓ નંબર સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનું જામનગર કસ્ટમ્સ પ્રીવેન્ટિવની ટીમ દ્વારા જહાજ પર કરવામાં આવેલી ચકાસણી બાદ બંને શિપને સીઝ કરવામાં આવ્યા છે.

અગાઉ કોરલ જહાજે કરાંચી આઉટર પોર્ટ લિમિટ (ઓપીએલ)માંથી ઇંધણ અને પ્રોવિઝન લીધુ હતુ ત્યારથી તે શંકાના વમળમાં આવ્યુ હતુ. ત્યારબાદ ગુજરાતની જળસીમામાં પ્રવેશતા પૂર્વે કોરલ અને સી-ગોલ્ડન જહાજે સંદેશા વ્યવહારના ઉપકરણો બંધ કરી દીધા હતા. ઉપરાંત સી-ગોલ્ડન જહાજ કરોલને ટોઇંગ કરીને લાવતુ હતુ. આ તમામ બાબતો અંગે જુદા જુદા સરકારી કાયદાતળે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.

અગાઉ કોસ્ટગાર્ડ દ્વારા ઉપરોક્ત બંને જહાજોની ચકાસણી કરવામાં આવી હતી, ત્યારબાદ ભાવનગર કસ્ટમ્સના સક્ષમ અધિકારીઓ દ્વારા બોર્ડિંગ અને રૂમેજીંગની કાર્યવાહીઓ પણ કરવામાં આવી હતી. બાદમાં અગાઉથી મળેલી બાતમીના આધારે જામનગર કસ્ટમ્સની પ્રીવેન્ટિવ ટીમ દ્વારા આ બંને જહાજો પર કાર્યવાહી કરવામાં આવી હતી અને બંને શિપના આઇએમઓ નંબર સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું તેઓના ધ્યાને આવતા જપ્ત કરવામાં આવ્યા છે.

હેરિએટની તપાસ સતત 10મા દિવસે શરૂ
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા સતત 10મા દિવસે શરૂ રાખવામાં આવી છે. એજન્ટ, અંતિમ ખરીદનાર, સ્થાનિક મધ્યસ્થી સહિતનાની ઘનિષ્ઠ પુછપરછ ચાલી રહી છે. ખોટા આઇએમઓ ઉપરાંત હવાલા દ્વારા નાણા ફેરવવા, આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવા સહિતની તપાસ ચાલી રહી છે. દરમિયાન હેરિએટ જહાજને ઇંધણ, પાણી, પ્રોવિઝન સપ્લાય કરવા માટે ફોનિક્સ મરિન સર્વિસને આદેશ કરવામાં આવ્યો છે.

જહાજો પર કસ્ટમ કર્મીઓ કરે છે શું ?
એક સપ્તાહમાં 3 જહાજ ખોટા આઇએમઓ નંબર સાથે જુદા-જુદા સરકારી વિભાગો દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે, અને આ ત્રણેય બનાવમાં ભાવનગર કસ્ટમ્સની કાર્યવાહી શંકાના પરિઘમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...