તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:અકવાડાને કોર્પોરેશનમાં ભળ્યાનો અફસોસ 5 વર્ષથી રોડ ખોદી વેરાન બનાવી દીધુ

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો પડતર પ્રશ્ને આંદોલનના મુડમાં

કોર્પોરેશનમાં સમાવેશ થતાં અકવાડા ગામને સુવિધાને બદલે માત્ર દૂવિધાનો પાર નથી. ગ્રામજનોને તો કોર્પોરેશનમાં ભળ્યા બાદ કઠણાઈ બેઠી હોય તેમ આખા ગામના રસ્તા બીનજરૂરી ખોદી વેરાન બનાવી દીધુ છે. અને મસ મોટા વેરા તો વસુલે છે પરંતુ સમસ્યાઓનો ઉકેલ નથી. નગરસેવકો કે અધિકારીઓ ડોકાતા પણ નથી. જેથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.હાલમાં સફાઈના કાઈ ઠેકાણા નહિ હોવા છતાં સફાઈ વેરો ચૂકવવો પડે છે. તેમજ ઘરવેરામાં પણ નજીવી રકમ નો જ વેરો આવતો હતો તે દસ-બાર હજાર રૂપિયાનો વેરો ઝીંકવા‍માં આવ્યો છે.

પાંચ વર્ષ પૂર્વે ગામમાં જે સુવિધા બાકી હોય તેને પ્રથમ પ્રાયોરીટી આપવાના વચનો આપ્યા હતા અને ગ્રામજનોએ પણ ખોબલે ખોબલે મત આપી ભાજપના નગરસેવકોને જીતાડી દીધા. પરંતુ ગામમાં વિકાસની તો વાત જ હાંસીયામાં મુકાઇ ગઇ હોવાનો અકવાડા ગામના પૂર્વ સરપંચ જીતુભાઈ જોગદીયાએ આક્ષેપ કરી નેતા અને કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવા ગામના તમામ આરસીસી રોડને બિનજરૂરી તોડી નાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

છેલ્લા પાંચ વર્ષથી રોડને ખોદી ડ્રેનેજ અને પાણીની લાઇન નાખવાનું કામ ગોકળગાય ગતિએ ચાલુ છે. આખું ગામ વેરાન થઈ ગયું છે પરંતુ કોઈ નેતા કે અધિકારી ડોકાતું પણ નથી. આવી પરિસ્થિતિમાં ફરિયાદ કરવા જાય તો ગ્રામજનોને કોન્ટ્રાક્ટર દ્વારા ધમકાવવામાં આવતા હોવાનો રોષ વ્યક્ત કરી કોરોના મહામારીને કારણે આંદોલન નહીં કરી હાલમાં ગ્રામજનો દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...