• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Akhil Bharatiya Koli Samaj Organized Blood Donation Camp And Fruit Distribution On The Occasion Of Cabinet Minister Kunvarji Bavaliya's Birthday.

સેવાકીય કાર્ય થકી ઉજવણી​​​​​​​:અખિલ ભારતીય કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પ અને ફ્રુટ વિતરણ કર્યું

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના 68માં જન્મદિવસ નિમિત્તે ભાવનગર શહેર અને જિલ્લામાં માનવ સેવાના ભાગરૂપે રક્તદાન શિબિર તથા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું,

દર્દીઓને રક્તની જરૂર પૂરી થાય તેવા હેતુથી કેમ્પનું આયોજન
ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના જન્મદિવસ નિમિત્તે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા માનવ સેવાના સેવાકીય કાર્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો આજે જન્મદિવસ છે અને જે અંગે ભાવનગર જિલ્લા અને શહેર અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા શહેરના સર ટી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ તેમજ ફ્રુટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મંદ દર્દીઓને રક્તની જરૂર પૂરી થાય તેવા હેતુથી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.

500 કિલો ફૂટનું વિતરણ કરાયું
આ સાથે જ સર ટી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે 500 કિલો ફૂટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના જિલ્લા પ્રમુખ મુકેશ રાઠોડ, શહેર પ્રમુખ નિરુ ખસિયા, શહેર ઉપપ્રમુખ અલ્પેશ ડાભી, યુવા પ્રમુખ જયેશ બારૈયા તેમજ ભુપત બારૈયા સહિતના સમાજના આગેવાનો અને યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...