હાનિકારક:દિવાળીમાં ફટાકડાઓથી હવામાં પ્રદૂષણનો ઇન્ડેક્સ 131 : સામાન્યથી ચાર ગણો વધારે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં મોટા ઉદ્યોગો ન હોવા છતાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાનો વિષય
  • વહેલી સવારે ધૂમ્મસથી ઘટેલી વિઝીબિલીટી
  • ભાવનગરમાં દિવાળીની રાતની પ્રદૂષિત હવા સંવેદનશીલ દર્દી માટે રોગના ખતરા સમાન બની રહી

ભાવનગર શહેરમાં હવાના પ્રદૂષણની માત્રા દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય દિવસોના પ્રમાણમાં ખૂબજ વધી છે, અને ગત દિવાળીની સરખામણીમાં પણ ચાલુ વર્ષે હવાનું પ્રદૂષણ વધ્યુ હોવાનું તારણ હવાનુ઼ પ્રદૂષણ માપનના આધારે જાણવા મળ્યું છે.

જેમ કે ભાવનગર શહેરમાં દિવાળીના પર્વે ફટાકડા અને આતશબાજીથી ભાવનગર શહેરમાં પણ હવામાં પ્રદૂષણનું સ્તર આરોગ્ય માટે હાનિકારક સ્તરે આંબી ગયુ઼ હતુ અને દિવાળીની રાત્રે તો ભાવનગર શહેરમાં હવામાં પ્રદૂષણનું સ્તર 131 એક્યુઆઇને આંબી ગયું હતુ.

જે પ્રદૂષિત હવા પ્રત્યે સંવેદનશીલ દર્દી માટે રોગના ખતરા સમાન બની રહ્યું હતુ. ભાવનગરમાં વર્તમાન PM2.5 સાંદ્રતા WHO દ્વારા 24 કલાક હવા ગુણવત્તા માર્ગદર્શિકા મૂલ્ય દ્વારા આપવામાં આવેલી ભલામણ મર્યાદા કરતાં 4 ગણી વધારે છે. વહેલી સવારે ધૂમ્મસથી વિઝીબિલીટી પણ ઘટી હતી.

હવાના પ્રદૂષણની માત્રા ચેક કરી હવામાન તથા પ્રદૂષણના આંક જાહેર કરતી વેબસાઇટ એક્યુએર તથા એક્યુવેધરના આંકડા મુજબ ભાવનગરમાં ગત વર્ષે દિવાળી દરમિયાન પીએમ10નું પ્રમાણ 106 હતુ તે આ વખતે 121 થઇ ગયું હતુ. વર્ષ દરમિયાન હવામાં પ્રદૂષણ પીએમ10 સરેરાશ 80થી 90 અને પીએમ 2.5નું પ્રમાણ 50થી 60 રહેતુ હોય છે.

સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીમાં હવાના પ્રદૂષણમાં વધારો થાય છે, ઉપરાંત ગત વર્ષની સરખામણીએ પણ એર પોલ્યુશનમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. ભાવનગરમાં અમદાવાદ જેવા હવાના પ્રદૂષણની કોઇ કાયમી સમસ્યા નથી. અમદાવાદમાં વાહનોની સંખ્યા પ્રમાણમાં વધુ છે, શિયાળામાં આવી તકલીફ વિશેષ રહેતી હોય છે, પરંતુ ભાવનગરમાં આવુ કાંઇ પણ નથી.

દિવાળી પર ફટાકડા ફોડવાથી માત્ર ભાવનગર જ નહીં પણ કેટલાય શહેરોનું વાતાવરણ બગડી ગયું હતુ. આકાશમાં ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર અચાનક ચિંતાજનક બની ગયું તેમજ ભાવનગર જેવા શહેરો જ્યાં મોટા ઉદ્યોગોનું પ્રમાણ નહિવત છે ત્યાં પણ હવા ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ જે ખરેખર ચિંતાનો વિષય કહી શકાય.

દીપોત્સવીમાં શહેરમાં હવાનો ઇન્ડેક્સ

તારીખએક્યુઆઇ ઇન્ડેક્સ

24 ઓક્ટોબર

131 એક્યુઆઇ

25 ઓક્ટોબર

122 એક્યુઆઇ

27 ઓક્ટોબર

121 એક્યુઆઇ

28 ઓક્ટોબર

117 એક્યુઆઇ

29 નવેમ્બર

112 એક્યુઆઇ

આગામી 4 દિવસ સુધીની આગાહી

તારીખ

એક્યુઆઇ ઇન્ડેક્સ

30 ઓક્ટોબર

105 એક્યુઆઇ

31 ઓક્ટોબર

112 એક્યુઆઇ

1 નવેમ્બર

111 એક્યુઆઇ

2 નવેમ્બર

111 એક્યુઆઇ

(સોર્સ : આઇક્યુએર ડોટ કોમ)

શ્વાસના દર્દીઓ માટે બહાર નીકળવું જોખમી બન્યું
દિપોત્સવીના તહેવારોમાં ફટાકડા ફુટતા હોય ત્યારે હવા બગડેલી હોય અને ખાસ તો શ્વાસ અને દમના દર્દીઓએ બહાર નીકળવું હિતાવહ નથી અને છતાં જો નીકળવું જ પડે તો માસ્ક પહેરીને બહાર જવું આરોગ્ય માટે હિતાવહ છે.

​​​​​​​બહારની પ્રદૂષિત હવા ઘરમાં ન ઘૂસે તે માટે બારણાઓ અને બારીઓ બંધ રાખવી. શ્વાસના દર્દીઓએ બને ત્યાં સુધી ઘરમાં રહેવું અને કસરત કરવાની હોય તો પણ બહાર જવાનું ટાળવું.આમ છતાં દિવાળીમાં જે શ્વાસના દર્દીઓ રાત્રે બહાર નિકળ્યા હતા તેમની આરોગ્ય પર આડ અસર થઈ હતી. આ રીતે આરોગ્ય બગડ્યું હતું.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...