તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અમદાવાદની પરિણીતાને ખુણામા લઇ જઇ ચોગઠના યુવકે છેડતી કરી

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અજાણ્યા વ્યકિત સાથે વોટ્સએપ મારફત સંપર્કનું પરિણામ
 • મહિલાએ બુમાબુમ કરતા દોડી આવેલા પતિ અને પિતાએ આઇ લવ યુ કહેનાર યુવાનને ઝડપી પોલીસને હવાલે કર્યો

મુળ ભાવનગર ખાતેના ચોગઠ ગામના યુવાન વોટસ એપ મારફત સંપર્કમાં આવેલ મહિલાને આઇ લવ યુ કહેવા અમદાવાદ પહોંચેલ અને ત્યાં તેણીના ઘરે જઇ મહિલાને ખૂણામા લઇ જઇ છેડતી કરતા હેબતાઇ ગયેલ મહિલાએ બૂમા બૂમ કરતા તેણીના પતિ અને પિતા ઘરની બહાર દોડી આવેલ અને યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો.

અમદાવાદમા નહેરૂનગર વિસ્તારમાં રહેતી 24 વરસની પરિણીતા અજાણ્યા નંબર ઉપરથી આવેલા વોટસ્એપ મેસેજ મોકલનાર ભાવનગર જિલ્લાના ચોગઠ ગામે રહેતા દશરથ બારૈયા નામના યુવાનના સંપર્કમાં આવેલ. અને બાદમાં અવાર નવાર તેની સાથે વાત કરતી હતી.પરંતુ લોકડાઉન થતાં પતિ ઘરે રહેવા લાગતા તેણે વાત કરવાનું બંધ કરી દીધુ હતુ. આમ છતા દશરથ અવાર નવાર મહિલાના મોબાઇલ નંબર ઉપર વોટ્સએપ મેસેજ મોકલી ફોન ઉપર વાતચીત કરવા ધમકીઓ આપતો હતો. પરંતુ પતિને ખબર પડશે તો ઘરમાં ઝઘડો થશે તે ડરથી મહિલાએ આ અંગે તેના પતિને જાણ કરી ન હતી. દરમ્યાન યુવક મહિલાનું ઘર શોધતો શોધતો તેના ઘરે પહોંચ્યો હતો. અને મહિલાનુ નામ પુછી પોતે દશરથ બારૈયા હોવાની પોતાની ઓળખ આપી હતી. અને આઇ લવ યુ કહી તેનો હાથ પકડી મહિલાને મકાનની દિવાલના ખૂણામાં લઇ જઇ અડપલા કરવા લાગ્યો હતો. જેથી હેબતાઇ ગયેલી મહિલાએ દેકારો કરતા તેનો પતિ અને તેના ઘરે આવેલા તેના પિતા મદદે દોડી ગયેલ અને છેડતી કરનાર યુવાનને પકડી પોલીસને હવાલે કર્યો હતો. એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમા મહિલાએ દશરથ બારૈયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો