તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મોજ એપ પર અમદાવાદ સિવિલ કોર્ટનો સ્ટે; ભાવનગરના જુગલદીપ લગધીરના નામે વર્ષ 2018થી રજિસ્ટર્ડ નામનો ઉપયોગ થતો હતો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ભારત સરકાર દ્વારા પરફોર્મન્સ - શોર્ટ વીડીયો એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ લાગ્યા બાદ મોજ એપ્લિકેશન ખૂબ પ્રખ્યાત બની ગયેલ છે. મોહલ્લાટેક એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઈન્ટરનેટ ઉપર પ્રખ્યાત બનાવવામાં આવેલ મોજ એપ્લિકેશન ઉપર સિવિલ કોર્ટમાં ટ્રેડમાર્ક એક્ટ ના ઉલ્લંઘન થતા દાવો કરવામાં આવેલ છે.મોજ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વર્ષ 2018થી ભાવનગરના જુગલદીપ લગધીરના નામ પર રજિસ્ટર્ડ હોય, અને તેઓ ગુજરાતમાં અનેક શહેરોમાં ફોલક, ફ્યુઝન મ્યુઝિક કોન્સર્ટનું આયોજન 2018થી કરતા હોય, જ્યારે મોજ એપ્લિકેશન 2020માં લોન્ચ થયા બાદ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન બાબતે રજિસ્ટ્રી દ્વારા ઓબ્જેક્શન આવ્યા છતાં પણ મોજ શબ્દના નામ ઉપયોગ ચાલુ રાખ્યો.

આ અંગે ભાવનગરના જુગલદીપ લગ્ધિરે અમદાવાદની સિવિલ કોર્ટમાં વિશાલ ઠક્કર મારફત ટ્રેડમાર્ક શૂટ દાખલ કરેલ. જેમાં અમદાવાદની સિવિલ કોર્ટના જજ દ્વારા તમામ રેકર્ડ અને પુરાવાઓ ધ્યાને લઇ, મોજ એપ્લિકેશન ગેરકાયદેસર રીતે મોજ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી લોકોના મગજમાં કન્ફ્યુઝન અને ડાઉટ ઊભો કરી, તેમજ મોજ ટ્રેડમાર્ક પહેલાથી જ રજિસ્ટર્ડ હોય, ભવિષ્યમાં આવો આઇડેંટિકલ ટ્રેડમાર્ક યુઝ કરવા ઉપર સ્ટે આપ્યો.

વર્ષ 2018થી મારા નામે રજિસ્ટર્ડ છે
આ નામ મારા નામે વર્ષ 2018થી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રજિસ્ટર્ડ હોય અને બેંગ્લોર બેઝ્ડ મોહલ્લાટેક એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વર્ષ 2020થી આ નામનો ઉપયોગ કરાયો, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી દ્વારા ઓબ્જેક્શન છતાં આ કંપની દ્વારા પહેલેથી રજિસ્ટર્ડ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે આ મામલે કાયદાકિય રીતે જે પ્રોસેસ થતી હશે તે કરીશ. - જુગલદીપ લગધીર, દાવો કરનાર

અન્ય સમાચારો પણ છે...