તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:સગીરાનું અપહરણ બળાત્કાર બાદ અગીયાળીના શખ્સને 10 વર્ષની કેદ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

8 વર્ષ પૂર્વે સિહોર તાલુકાના અગીયાળી ગામના શખ્સે અન્ય એક શખ્સની મદદગારીથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારતા આરોપી સામે પોકસો એકટ સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજે અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી સામે ગુનો સાબીત માની 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જયારે આ ગુનામાં મદદગારી કરનાર શખ્સનો કેસ ચાલતા દરમ્યાન મૃત્યુ નિપજતા તેને એબેટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

8 વર્ષ પૂર્વે પીપરલા ગામની સીમમાં આવેલ ફરિયાદી-ભોગ બનનારના રહેણાંકના મકાને આરોપીઓ ચિરાગ નભેરામ પંડયા (રે.અગીયાળી), જેરામ ગોરધન જાળેલા (એબેટેડ ઉ.વ.૪૮, રે. દેવલી જુની) સહિતનાઓ હિરો હોન્ડા મોટર સાયકલ પર આવેલા અને મુખ્ય આરોપી ચિરાગ પંડયાએ છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, સગીરાના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરી મોટર સાયકલ પર ભાવનગર બસ સ્ટેન્ડે લઈ આવેલ અને ત્યાંથી મુદ્રા તાલુકાના સમાઘોઘા મુકામે લઈ આવેલ ત્યાં તા. 04-04-13 સુધી રાખી લગ્ન કરવાની લાલચ આપી, અવાર-નવાર તેણીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ અને તા. 04-04-14ના રોજ ભુજ બસ સ્ટેન્ડમાં તેણીને છોડી દીધેલ અને પોતાની વિરૂધ્ધ કોઈ ફરિયાદ કરશો તો તેણીના પરિવારના સભ્યોને મારી નખાશે તેવી ધમકી આપેલ.

તથા અન્ય આરોપી જેરામ ગોરધન જાળેલાએ આ ગુનાના કામમાં મદદગારી કરી હતી. આ અંગેની ફરિયાદ જે તે સમયે ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ઉકત બંન્ને આરોપીઓ સામે ફરીયાદ નોંધી હતી. આ અંગેનો કેસ આજે ભાવનગરના સ્પેશ્યલ જજ (પોકસો) અને ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ એ.બી. ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ભરત કે વોરાની દલીલો, મૌખિક પુરાવા, દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને લઈ આરોપી ચિરાગ નરભેરામ પંડયાને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા.5 હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા, ઈપીકો કલમ 363 મુજબના ગુનામાં પાંચ વર્ષની કેદ, દંડ રૂા.2 હજાર, 366 મુજબ 5 વર્ષની સજા અને રોકડા રૂા.2 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજા અદાલતે ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો