તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર અગીયાળીના શખ્સને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારાઇ

ભાવનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પીપરલા ગામની સીમમાં 8 વર્ષ પૂર્વે ઘટના બની હતી
 • ગુનામાં મદદ કરનાર શખ્સનું મૃત્યુ થતાં એબેટેડ જાહેર કરવામાં આવ્યો

8 વર્ષ પૂર્વે સિહોર તાલુકાના અગીયાળી ગામના શખ્સે અન્ય એક શખ્સની મદદગારીથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારતા આરોપી સામે પોકસો એકટ સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ અત્રેની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી સામે ગુનો સાબીત માની 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે ગુનામાં મદદગારી કરનાર શખ્સનો કેસ ચાલતા દરમિયાન મૃત્યુ નિપજતા તેને એબેટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

અવાર-નવાર તેણીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો

પીપરલા ગામની સીમમાં 8 વર્ષ પૂર્વે ભોગ બનનારના રહેણાંકના મકાને આરોપીઓ ચિરાગ નભેરામ પંડયા (ઉ.વ.21, રે. અગીયાળી, તા.સિહોર), જેરામ ગોરધન જાળેલા (એબેટેડ)(ઉ.વ.48, રે. દેવલી જુની, તા.તળાજા) સહિતનાઓ હિરો હોન્ડા મોટર સાયકલ પર આવેલા અને મુખ્ય આરોપી ચિરાગ પંડયાએ છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, સગીરાના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરી મોટર સાયકલ પર ભાવનગર બસ સ્ટેન્ડે લઈ આવ્યા હતા. અને ત્યાંથી મુદ્રા તાલુકાના સમાઘોઘા મુકામે લઈ આવ્યા હતા. ત્યાં તા. 4/4/13 સુધી રાખી ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી, અવાર-નવાર તેણીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. અને તા. 4/4/14 ના રોજ ભુજ બસ સ્ટેન્ડમાં તેણીને છોડી દીધી હતા. તથા પોતાની વિરૂધ્ધ કોઈ ફરિયાદ કરશો તો તેણીના પરિવારના સભ્યોને મારી નખાશે તેવી આરોપી ચિરાગ પંડયાએ ધમકી આપી હતી. તથા અન્ય આરોપી જેરામ ગોરધન જાળેલાએ આ ગુનાના કામમાં મદદગારી કરી હતી.

કોર્ટ આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.5 હજારનો દંડ કર્યો

આ અંગેની ફરિયાદ જે તે સમયે ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ઉકત બંન્ને આરોપીઓ સામે ઈપીકો કલમ 363, 366, 376, 502(2) 114 તથા પોકસો એકટ છ મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પેશિયલ જજ (પોકસો) અને ત્રીજા એડીશનલ સેસન્સ જજ એ.બી. ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ભરત વોરાની દલીલો, મૌખિક પુરાવા-17, દસ્તાવેજી પુરાવા 37 વિગેરે ધ્યાને લઈ આરોપી ચિરાગ પંડયાને પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન શેકસશ્યુઅલ ઓફેન્સીસ (પોકસો)એકટ - 2012ની કલમ છ મુજબના ગુના સબબ 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ.5 હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા, ઈપીકો કલમ 363 મુજબના ગુનામાં પાંચ વર્ષની કેદ, દંડ રૂા.2 હજાર, 366 મુજબ પાંચ વર્ષની સજા અને રોકડા રૂા.બે હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા અદાલતે ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો