તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અલંગના ઉદ્યોગપતી વિજય અગ્રવાલ તથા તેમના પરિવાર દ્વારા તેઓના માતુશ્રી રાજદેવી અને પિતા સત્યનારાયણ અગ્રવાલના સ્મરણાર્થે આતાભાઇ પાસે આવેલ જોગસ પાર્કની બહારની બાજુએ લીમડા તથા ચંપાના વૃક્ષોનુ વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા કરવામાં આવ્ય હતુ.
આ રોડ ઉપર આવેલ ડીવાઇકર ગ્રીનસીટી સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવ્યુ છે. અહિ ડીવાઇડરમાં સફેદ તથા લાલ ચંપા, લાલ પીળી કરણ તથા વિવિધ કલરની બોગમ વેલ નાખવામાં આવી છે. પિતૃ મોક્ષાર્થે કુરિવાજોમાં મોટા ખર્ચ કરવાને બદલે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનુ વાવેતર કરી સમાજને નવો રાહ ચીધ્યો છે. ચાલુ વર્ષે ભાવનગરમાં 5000 વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે. અને દરેક વૃક્ષોને નિયમિત બે છોટા હાથી ટેમ્પા દ્વારા વૃક્ષોને પાણી પાવામાં આવી રહ્યુ છે. પેટ્રોલ, ડીઝલ, પાણીનો ખર્ચ હાલમાં વધી ગયો હોવાથી દેવેનભાઇએ શહેરના ઉદ્યોગપતિ, વેપારીઓ, વકીલો તથા ડોકટર્સને સંસ્થાને અનુદાન આપી ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા જાહેર અપીલ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.