તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પ્રાથમિક શિક્ષકોને શાળામાં આઠ કલાકની ફરજ કરાતા વ્યાપક વિરોધ, પરીક્ષાનો બહિષ્કાર કર્યો તેથી નવો નિયમ લાવ્યાનો આક્ષેપ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે શિક્ષકોએ સવારના 10થી સાંજના 6 સુધી શાળામાં હાજર રહેવું પડશે, શિક્ષક સંઘોએ વિરોધ કર્યો

પ્રાથમિક શાળાઓમાં ધો.6થી ધો.8માં પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો આરંભ થયો છે ત્યારે ભાવનગર સહિત જુદા જુદા જિલ્લાઓમાં આરટીઇના નિયમોનું અલગ અલગ અર્થઘટન કરી કોઇ જિલ્લામાં સવારે 10થી સાંજના 6 સુધી તો ક્યાંક સવારના 9.30થી સાંજના 5.30 સુધી શિક્ષકોને શાળાએ હાજરી માટેના પરિપત્ર કરાયા છે. આ અંગે શિક્ષકોમાં ભારે કચવાટ જાગ્યો છે ત્યારે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે જણાવ્યું છે કે ભારતના એક પણ રાજ્યમાં આવો આઠ કલાકનો સમય શિક્ષકો માટે નથી. વર્ષ-2012માં આવા 8 કલાકના સમય માટેના પરિપત્ર થયેલા જે અંતે રદ કરાયા હતા.

વર્ષોથી શાળાઓમાં સમય સવારના 10.30થી સાંજના 5 સુધીનો છે. જેથી સમગ્ર રાજ્યમાં શિક્ષણમાં એકસૂત્રતા રહે છે. આથી નિયામક સમક્ષ આ સમય પુન: અમલી કરવા રજૂઆત કરાઇ છે. દરમિયાનમાં સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ શાળાઓનો સમય દસથી છ આઠ કલાકનો કરાતા શિક્ષકોમાં પણ ભારે વિરોધ થયો છે. સાથે રાજ્યના શિક્ષક સંઘોએ વિરોધ કર્યો છે.

આ માટે એક કારણ એવું ચર્ચાઇ રહ્યું છે કે તાજેતરમાં શિક્ષકોએ કસોટી આપવાનો સામૂહિક બહિષ્કાર કર્યો હતો તેનો બદલો લેવાની ભાવના સાથે આઠ કલાકની શાળાનો નિર્ણય લેવાયો છે અને આ રીતે હેરાન કરાઇ રહ્યાં છે. દરમિયાનમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ આ આઠ કલાકનો પરિપત્ર પાછો ખેંચી અગાઉનો સમય રાખવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...