હવામાન:વરસાદી વાદળોએ વિદાઇ લેતા બપોરે તાપમાનમાં 3 ડિગ્રીનો થયેલો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનની ઝડપ ઘટીને 10 કિલોમીટર નોંધાઇ
  • ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન વધીને 34.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થયુ, ભેજનું પ્રમાણ ઘટીને 57 ટકા થયુ

ભાવનગર શહેરમાં ગઇ કાલે છવાયેલા વરસાદી વાદળોએ એક જ દિવસમાં વિદાઇ લઇ લેતા આજે નગરજનોએ ભાદરવી ગરમીનો અનુભવ કર્યો હતો. આજે એક જ દિવસમાં ભાવનગર શહેરના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થતા નગરજનોએ બપોરના સમયે એક દિવસની રાહત બાદ આજે પુન: ભાદરવાની ગરમીનો અનુભવ કર્યો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે હળવા વરસાદી ઝાપટા વરસી જતા અને વાદળો છવાયેલા રહેતા બપોર મહત્તમ તાપમાન ઘટીને 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે આજે બપોરે મહત્તમ તાપમાનનો પારો વધીને 34.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા નગરજનોએ બપોરના સમયે ગરમીનો અનુભવ કર્યો હતો. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન 26.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

શહેરમાં પવનની ઝડપ ગઇ કાલે વધીને 12 કિલોમીટર નોંધાઇ હતી તે આજે ઘટીને 10 કિલોમીટર થઇ ગઇ હતી. તો હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે વધીને 73 ટકા થઇ ગયેલું તે આજે ઘટીને 57 ટકા થઇ ગયું હતુ.ભાવનગર શહેરમાં ગઈકાલે ચોમાસુ માહોલ જામ્યો હતો અને હવે વરસાદનો વધુ એક રાઉન્ડ જામશે તેવી આશા હતી પણ તે આશા ફોગટ સાબિત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...