તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ભાવનગર શહેરમાં બપોરે તાપમાનમાં દોઢ ડિગ્રીનો થયેલો વધારો

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ભાવનગર શહેરમાં બપોરના તાપમાનમાં ફરીથી વધારો નોંધાયો હતો. આજે બપોરે મહત્તમ તાપમાન વધતા ગરમીનો પ્રભાવ બપોરના સમયે વધ્યો છે. આ સાથે પવનની ઝડપ ગઇ કાલે 12 કિલોમીટર હતી તે આજે ઘટીને 6 કિલોમીટર થઇ ગઇ હતી.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 30.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જે આજે વધીને 31.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 18.6 ડિગ્રી હતુ તે આજે નજીવું વધીને 18.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 40 ટકા હતુ તે આજે 11 ટકાના નોંધપાત્ર હદે ઘટી જતા 29 ટકા થઇ ગયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો