આગાહી:બપોરે ગરમીનો પારો વધીને 39 ડિગ્રી, આજથી તાપમાન ઘટશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
  • રાજ્યમાં તા. 8 જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી

ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન વધીને 38 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે ગરમી વધી હતીલ. જો કે હવે આવતી કાલથી ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગરમીનો પારો ઘટશે અને આગામી 8 જૂનથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. જેથી દ.ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ઝાપટાથી હળવા વરસાદની વકી છે. આજે ભાવનગર શહેરમાં બપોરે 30 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાયો હતો.આવતી કાલ સોમવારથી રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

ભાવનગર શહેરમાં આજે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનો વચ્ચે ગરમીનું જોર યથાવત રહ્યું હતું. ગઇ કાલે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 38 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 27.4 ડિગ્રી હતુ તે આજે પણ 27.4 ડિગ્રી સેન્ટીગ્રેડે યથાવત રહ્યું હતુ.

આજે સવારે શહેરમાં 12 કિલોમીટરની ઝડપે પવનની ઝડપ હતી તે સાંજે વધીને 30 કિલોમીટર થઇ ગઇ હતી. તો શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 73 ટકા થઇ ગયું હતુ તે સાંજે ઘટીને 38 ટકા નોંધાયું હતુ. દરમિયાનમાં સોમવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો આંક ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...