તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુન: વરસાદી માહોલ:ભાવનગર શહેરમાં બપોર બાદ શ્રાવણી સરવડા વરસ્યા, એક દિવસના વિરામ બાદ પુન: ચોમાસુ માહોલ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગારિયાધાર, ઘોઘા, પાલિતાણા અને સિહોરમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા વરસી ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઇ કાલે એક દિવસના વરસાદના વિરામ બાદ આજે શહેર અને જિલ્લામાં પુન: વરસાદી માહોલ જામ્યો છે. આજે ભાવનગર શહેર ઉપરાંત ગારિયાધાર, સિહોર, ઘોઘા અને પાલિતાણા પંથકમાં શ્રાવણી સરવડા વરસ્યા હતા. દરમિયાનમાં આગામી દિવસોમાં ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને 4 વાગ્યા બાદ શ્રાવણી સરવડારૂપે ભારે ઝાપટા વરસી જતા કુલ 6 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઘોઘામાં પણ 5 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ધીમી ધારનો વરસાદ ખેતરમાં પાક માટે શ્રીકાર વર્ષા ગણાય છે. ગારિયાધારમાં પણ આજે 3 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જ્યારે પાલિતાણામાં 2 અને સિહોરમાં 4 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

પાંચ દિવસ સુધી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં 6થી 8 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.ભાવનગરમાં તા.5 અને 6 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...